<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

દેવભૂમિ દ્વારકામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને "972મી રામકથા"નું તા.૫ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી આયોજન

પ.પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના આશીર્વાદથી દ્વારકાશારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં રામ નામના નાદ ગુંજશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ :               દેવભૂમિ દ્વારકામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને "972મી રામકથા"નું આયોજન તા.૫ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે.

     પ.પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના આશીર્વાદથી અનંતશ્રી વિભુષિત પશ્ચિમાનમનાય દ્વારકાશારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં "ચિત્રકૂટ ધામ", ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે તા.૫ ફેબ્રુઆરીએ કથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજે ૪ થી ૭ દરમિયાન પૂ.મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. શ્રી રામકથાના નિમિત્ત માત્ર મનોરથી ડૉ. પૂર્ણિમાબેન જેઠવા છે.

     તા.૬ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૧૦ થી બપોરે ૧:૩૦ સુધી પૂ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે આ કથા નું જીવંત પ્રસારણ આસ્થા અને ચિત્રકૂટધામ તલગાજરડા યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે.

(3:36 PM IST)