હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
જુનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખીમઢી રામજી મંદિરના મહંત-મહામંડલેશ્વર સુખરામદાસબાપુને પોલીસ ફરિયાદ કરવાની અને ખંડણીની ધમકી : નરેશ વાઘેલાની ધરપકડ
તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ પોલીસ તંત્રનો આભાર માનતા સુખરામદાસ બાપુ : ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાને લેખિત રજૂઆત કરી'તી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ ખાખીમઢી રામજી મંદિર, મેંદરડાના મહંત અને મહામંડલેશ્વર સુખરામદાસબાપુને એક શખ્સે પોલીસ ફરિયાદ અને ખંડણીની ધમકી આપી હતી જોકે પોલીસે તપાસ હાથ ધરી નરેશ વાઘેલા પકડી લીધો હતો.
શ્રી સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે, તેમને ગત તા. 16 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિએ ફોન કરી એટ્રોસિટી કરવાની ધમકી આપી ખંડણીની માંગણી કરી હતી. જે અંગે
ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાને લેખિત રજૂઆત કરી હતી. જેના પગલે તેઓએ પી.આઈ. વી. જે. સાવજ સહિતની ટીમને કામગીરીમાં લગાડી અને એકાદ અઠવાડિયાની મહેનત બાદ આરોપી નરેશ વાઘેલા નામના શખ્સને ઝડપી ઝડપી લીધો હતો તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ એસ.પી. સુબોધ ઓડેદરાનો અને પોલ્સ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
