<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

કચ્છના લક્કીનાળાના બકલ બેટ ઉપર સાંસદ વિનોદ ચાવડાએ ધ્વજ વંદન કર્યું: જુઓ વિડીયો

પાકિસ્તાનને જોડતી દેશની આંતર રાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ધ્વજવંદન: પ્રજાસત્તાક દિનના પૂર્વ દિવસે ૨૫ જાન્યુ.ના કચ્છના લક્કીનાળાના બકલ બેટ ઉપર સાંસદ વિનોદ ચાવડાએ ધ્વજ વંદન કરી સીમાના સંત્રી બીએસએફના જવાનો અને સરહદી વિસ્તારના નાગરિકો સાથે રાષ્ટ્રભક્તિનો ધબકાર ઝીલ્યો હતો. દેશની એકતા, અખંડતા અને સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવતા તિરંગાનું દરિયામાં બોટમાંથી લેવાયેલું આ ગૌરવપૂર્ણ દ્રશ્ય. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા,કચ્છ)

(4:28 PM IST)