હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 27th January 2026
મોરબી: શનાળા બાયપાસ પાસે રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૩,૫૨૦ મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં શનાળા બાયપાસ પાસે પોલીસે બાતમીના આધારે તપાસ કરતા રહેણાંક માંથી વેચાણ કરવાના ઈરાદે રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બાતમીના આધારે પોલીસે શનાળા બાયપાસ તુલશીપાર્કની બાજુમા મનુભાઇ પાર્કમા તપાસ કરતા આરોપી નીલેષ ઉર્ફે હકુ પુનાભાઇ વાળાના રહેણાંકમાંથી વેચાણ કરવાના ઈરાદે રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૩,૫૨૦ મળી આવી હતી. આરોપી હાજર મળી ન આવતા તેને પકડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
