<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મોરબીમાં સોલાર ફીટ કરી આપવાના બહાને વેપારી પાસેથી ૧૬ હજારની ઠગાઈ.

વેપારી સાથે સોલાર ફીટ કરવાના બહાને ઠગાઈ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીનાં સાવસર પ્લોટમાં રહેતી એક વેપારી સાથે સોલાર ફીટ કરવાના બહાને ઠગાઈ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાવસર પ્લોટમાં રહેતા હિતેશભાઇ અનિલભાઇ સંઘવીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ઈન્ટીફાઈ સોલાર પ્રાઈવેટ લીમીટેડ નામના સોશિયલ મીડિયા પેજ મારફતે આરોપીએ સોલારની જાહેરાત કરી આરોપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી ૧૬,૨૩૩ રૂપિયા ICICI Bank ના એકાઉન્ટ નં.-247205001806માં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઇ ફરિયાદીને સોલાર ફીટ કરી ન આપતા તેમજ ફરિયાદીનાં રૂપિયા પરત ન કરતા ફરિયાદીએ ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:43 AM IST)