હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં ડીઝલચોર ટોળીનો તરખાટ: બે ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓના વાહનોમાંથી ૮૮ હજારનાં ડીઝલની ચોરી.
ગાડીઓનાં ડીઝલ ટેંક તોડી આશરે ૨૨૦ લીટર ડીઝલ કિંમત રૂપિયા ૧૯,૯૬૨ની ચોરી તેમજ ડિઝલની ટાંકીઓમાંથી નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ડીઝલ લીટર ૭૫૦ કિ.રૂ. ૬૮૦૫૫ ની ચોરી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોએ માથું ઊંચક્યું છે, ત્યારે તસ્કરોએ હવે વાહનોને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. મોરબી તાલિકા પોલીસ સ્ટેશનની હદમાં ડીઝલ ચોરીના બે ગુનાઓ નોંધાતા પોલીસ દોડતી થઇ છે.
ડીઝલ ચોરીના પ્રથમ બનાવ મુજબ મોરબીનાં ગાળા ગામના પાટીયા પાસે કેલીબર પેપર મીલ પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ફરિયાદી કલ્પેશભાઇ કેશવજીભાઇ શેરશીયાની ગાડીઓનાં ડીઝલ ટેંક તોડી આશરે ૨૨૦ લીટર ડીઝલ કિંમત રૂપિયા ૧૯,૯૬૨ની ચોરી થઇ હતી જયારે બહાદુરગઢ ગામ ના પાટીયા પાસે અવધ કાંટા પાસે ફરિયાદી ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી હીતેષભાઇ સવજીભાઇ અઘારાનાં ડમ્પરો તથા સાહેદો અશ્વીનભાઇ, હીતેન્દ્રભાઇ હરખજીભાઇ શનાવાડા, અમીનભાઇ માનસુર ગઢવી વાળાની ગાડીઓની ડિઝલની ટાંકીઓમાંથી નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્શોએ ડીઝલ લીટર ૭૫૦ કિ.રૂ. ૬૮૦૫૫ ની ચોરી કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
