હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન તેમજ સાર્થક વિદ્યા મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને ઉજાગર ક૨તા સમૂહગાન, નૃત્ય, ડ્રામા, વક્તત્વ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 77મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ કહ્યું કે, “નાગરિક કર્તવ્ય એ જ આજના દિવસે સાચી દેશભક્તિ છે.” આ તકે ભારત માતા પૂજન તથા ભારત માતાની આરતી કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. NCC બોય્ઝ બટાલિયન તથા NCC ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને ઉજાગર ક૨તા સમૂહગાન, નૃત્ય, ડ્રામા, વક્તત્વ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે ડો. ઉત્સવભાઈ દવે (દરબારગઢ ઉપનગર કાર્યવાહ, RSS)એ પ્રવચન દ્વારા રાષ્ટ્રને મજબૂત બનાવવા, પરિવાર અને સંયુક્ત કુટુંબનું મહત્વ, દેશભક્તિ, શિસ્ત તથા સેવાભાવ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. તેમણે RSSના કાર્યો અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ કે અન્ય વિશેષ સિદ્ધિઓ મેળવેલ બાળકોને વાલીઓની હાજરીમાં શાળા તરફથી સન્માન પત્રક આપવામાં આવ્યું હતું.
શાળાના તમામ શિક્ષકો તેમજ વાલીઓ અને વિવિધ ક્ષેત્રના તજજ્ઞ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય સંચાલક કિશોરભાઈ શુક્લએ પંચ પરિવર્તનની વાત કરી હતી અને અંતે સહ સંચાલક પ્રમોદસિંહ રાણાએ કાર્યક્રમમાં હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
