<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

વિકસિત ભારત સંકલ્‍પને સાકાર કરવા યુવા, અન્નદાતા અને નારીશક્‍તિ જ મુખ્‍ય આધાર : કુંવરજીભાઈ

જિલ્લાના વિકાસ કાર્યો માટે ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્‍તે જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીને સુપ્રત

પોરબંદરઃ  જિલ્લામાં ૭૭મા પ્રજાસતાક દિવસની ઉજવણી ઉત્‍સાહ, ગૌરવ અને દેશભક્‍તિના ભાવ સાથે સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે  ભવ્‍ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ તિરંગો  લહેરાવી ધ્‍વજ વંદન કરી જિલ્લાના નાગરિકોને પ્રજાસતાક પર્વની શુભકામના પાઠવી હતી.

 કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના પોલીસ જવાનોએ શાનદાર માર્ચપાસ્‍ટ રજૂ કરી,

શ્રી કુંવરજીભાઈએ ૨૫ વર્ષ પૂર્વે ૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર આત્‍માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશ વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્‍પ સાથે આગળ વધી રહ્યો છે, ત્‍યારે પોરબંદર જિલ્લો પણ આ વિકાસ યાત્રામાં સહભાગી બને તે માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચિત ભારતીય બંધારણના મૂલ્‍યો - સ્‍વતંત્રતા, સમાનતા અને બંધુતાને રાષ્‍ટ્રની તાકાત ગણાવી હતી.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર અને અન્‍ય વિદ્વાનોના યોગદાનને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ૭૬ વર્ષ પહેલાં ઘડાયેલા આપણા આ શ્રેષ્ઠ બંધારણમાં ‘કલ્‍યાણ રાજ્‍ય'ની સ્‍થાપનાનો પવિત્ર ઉદ્દેશ્‍ય રખાયો છે, જેના પરિણામે આપણો દેશ વંચિતો અને પીડિતોના ઉત્‍કર્ષ સાથે સુરાજ્‍યના નિર્માણ તરફ સતત આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં આજે ભારત ‘વિકસિત ભારત ક્‍૨૦૪૭' ના સંકલ્‍પને સાકાર કરવા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે તેજ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. આ વિકાસયાત્રામાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં ગુજરાત દેશના ‘ગ્રોથ એન્‍જિન' તરીકે સામાજિક અને આર્થિક ક્ષેત્રે માર્ગદર્શક ભૂમિકા ભજવી રહ્યું છે.

આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાવોનું પ્રભારી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ હેતુ રૂ. ૨૫ લાખનો ચેક પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીએ અર્પણ કરવામાં આવ્‍યો હતો.

આ અવસરે દેશભક્‍તિના રસથી તરબતર વિવિધ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓએ સમગ્ર માહોલને રાષ્‍ટ્રપ્રેમના રંગે રંગી દીધો હતો. કાર્યક્રમનું મુખ્‍ય આકર્ષણ ભારતીય સૈન્‍યની વીરતા દર્શાવતી શ્નઓપરેશન સિંદૂરની સફળતાની ગાથા પર આધારિત પ્રસ્‍તુતિ રહી હતી. આ સાહસિક અભિયાનને કલાત્‍મક રીતે રજૂ કરતા ઓપરેશન સિંદૂરનો ગરબો  નિહાળી ઉપસ્‍થિત સૌ કોઈ મંત્રમુગ્‍ધ થયા હતા. સાથે ભગવાન બિરસા મુંડાને યાદ કરીને આદિવાસી સંસ્‍કળતિ રજૂ કરતી કળતિ રજૂ કરાય હતી. તેમાં પોરબંદરની ઓળખાણ મહેર રાસ મણિયારોને નગરજનોમાં નવો જોસ ઉમેર્યો હતો.

કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વળક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ પ્રત્‍યે કટિબદ્ધતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. કાર્યક્રમનુ સંચાલન પુજાબેન રાજા અને  પોપટભાઈ ખૂંટી દ્વારા કરવામાં આવ્‍યુ.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, ઈનચાર્જ નિવાસી અધિક કલેક્‍ટર શ્રી રેખાબા સરવૈયા, કુતિયાણા ઙ્કાંત અધિકારી શ્રી નેહાબેન સોજીત્રા, તાલુકા પંચાયતના ઙ્કમુખ શ્રી મંજુબેન બાપોદરા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા સહિત આગેવાનો, અધિકારીઓ, જિલ્લા પોલીસ અને બહોળી સંખ્‍યામાં નગરજનો તેમજ વિદ્યાથીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:37 AM IST)