તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th January 2026
સુરેન્દ્રનગર વિસ્તારમાં ૧ કરોડ ૬ર લાખનો વિદેશી દારૂ ઝડપાયો
દસાડા પાસે ટ્રકની તલાસીમાં બટાટા ભરેલા ૧૭પ કોથળા સાથે ૮૧૦૦ બોટલ, ૪૪૬૪ બિયરના ટીન સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડઃ કચ્છ હાઇવે ઉપર હોટલ પાસે પાર્ક કરેલા ટ્રકમાં બનેલા ગુપ્ત ચોરખાનામાંથી અંદાજે ૮૭ લાખનો દારૂ કબ્જે થતા પોલીસ પણ ચોંકી ઉઠી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૭ :.. સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન જ અંદાજીત ૧ કરોડ ૬ર લાખ ર૩ હજારનો વિદેશી દારૂ ઝડપી લેતા હલચલ મચી જવા પામી છે.
જેમાં પ્રથમ ઘટનામાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસે માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પરથી બટાટાની ગુણની આડમાં લઇ જવાતો રૂ.૭૪.૫૯ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પડી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
માલવણ-ધ્રાંગધ્રા હાઈવે દારૂની હેરાફેરી અને વેચાણ થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ એલસીબી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન દસાડા તાલુકાના અખિયાણા ગામ નજીક રામદેવ હોટલ સામે હાઈવે પર એક શંકાસ્પદ હાલતમાં ટ્રક જણાઈ આવતા તેને રોકી તલાશી લેતા ટ્રકમાંથી બટાટા ભરેલ કોથળાની આડમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની ૮૧૦૦ બોટલ (કિં.રૂ.૬૬.૯૨ લાખ), બિયર ટીનના ૪૪૬૪ ટીન (કિં. રૂ.૭.૬૭ લાખ), ટ્રક (કિં.રૂ.૨૦ લાખ), ૦૨-મોબાઈલ (કિં.રૂ.૧૫૦૦૦), ૧૭૫ બટાટા ભરેલા કોથળા (કિં.રૂ.૫૨,૫૦૦) સહિત રૂ.૯૫.૨૭ લાખના મુદામાલ સાથે ટ્રક ચાલક પુખરાજ માલારામ સવ (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. જયારે ટ્રક માલિક, દારૂ આપનાર અને મંગાવનાર વ્યક્તિની પણ સંડોવણી બહાર આવતા ફૂલ ૦૪ શખ્શો સામે બજાણા પોલીસ મથકે ઙ્કોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીને મોટી સફળતા મળી
જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સૂચનાથી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. ધ્રાંગધ્રા હાઈવે પરથી ઈં ૧ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત મુદામાલ ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.સુરેન્દ્રનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના ર્પાકિંગમાં તપાસ હાથ ધરી હતી.
અહીં ઉભેલી ટાટા કંપનીની ટ્રક (નંબર NL-01-Q-૧૦૩૦) ની તલાશી લેતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકની અંદર ખાસ પ્રકારે બનાવેલા ગુપ્ત ચોરખાનામાં વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.
પોલીસે ટ્રકના ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ટ્રક સહિત કુલ ઈં ૧,૦૭,૬૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો હતો અને કયાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
