<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગર્ભવતી પરીણિત મહિલાનો પાડોશીના ત્રાસથી કંટાળીને આપઘાત

ઉનાના વાસોજનો બનાવઃ ૩ આરોપીઓની ધરપકડઃ ૩ માસુમ દીકરીઓ માં વિનાની થઇ ગઇઃ રાત્રીના પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાધો

આપઘાત કરનાર મહિલાની તસ્‍વીર ઝડપાયેલા આરોપીઓની તસ્‍વીર

(નવીન જોષી દ્વારા), ઉના, તા. ર૭: તાલુકાના વાસોજ ગામે પાડોશીઓના સતત માનસિક ત્રાસ અને ધમકીથી કંટાળી જઇને ગર્ભવતી પરીણિત મહિલાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા તેની ૩ માસુમ દીકરીઓ માં વિનાની થઇ ગઇ છે. પોલીસે  આ બનાવમાં ૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઊના તાલુકા ના વાસોજ ગામે રહેતા ભૂપત ભાઈ સોલંકી એ નવા બંદર મરીન પોલીસ સ્‍ટેશન મા ફરિયાદ નોંધાવી છે કે તે. તેમની પત્‍ની ભાવના બેન અને ત્રણ દીકરીઓ શાંતિ પૂર્વક જીવન જીવી રહ્યા હતા. રાત્રે તેમના મકાન ની બાજુ માં રહેતા ધીરૂજીવા બારીયા, ઉમેશ જીવા બારીયા, સંજય જીવા બારીયા રે. વસોજ વાળા આવી ઘર ની બહાર પોતાને અને પત્‍ની ભાવના ને બોલવી જાહેર મા અપમાનિત કરી પોતાની પાસે ભાવના બેન ના ફોટા અને રિર્કોડિંગ છે.તે વાયરલ કરી દેવાની ધમકી આપી તેમે જોઈ લેજો તારી ઇજ્જત આબરૂ કાઢી નાખશું તેવી ધમકી આપી ચાલ્‍યા ગયા હતા.

ભાવના બેન ને ત્રણે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપતા હતા. આબરૂ જવાની અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ભય થી ગભરાઈ જઈ તેમની ત્રણ માસુમ દીકરીઓ રાત્રે સુઈ ગઈ હતી ત્‍યારે બાજુના રૂમમાં ભાવનાબેન એ છતમાં પંખાના હુકમાં દોરી બાંધી ગળા ફાસો ખાઇ આત્‍મ હત્‍યા કરી લીધી હતી.

આ દ્રશ્‍ય જોઈ જતા તેમના પતિ ભૂપતભાઈ સોલંકીએ નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન ને જાણ કરી હતી. મળતક મહિલા ને પોસ્‍ટ મોર્ટમ માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી. મળતક મહિલા ગર્ભવતી હતી પેટમાં જીવ ઉછેરતો હતો તે પણ મળત્‍યુ પામેલ હતો. પોલીસે ગુનો નોંધી નવબંદર મરીન પોલીસ સ્‍ટેશન ના પી. એસ. આઇ. એમ. એ. રાઠોડ અને સ્‍ટાફ એ તુરંત ત્રણે આરોપી ઓ ને પકડી લીધા હતા અને મળતક નો મોબાઈલ ફોન અને આરોપી ઓ ના મોબાઇલ ફોન કબ્‍જે કરી તેમાં રહેલ ડેટા અને રેકોર્ડીંગ ની માહિતી મેળવવા એફ.એસ.એલ. માં મોકલી આપશે.

મળતકના પતિ ભૂપતભાઈ એ જણાવેલ કે આરોપી ઉમેશ જીવા બારીયા એ બે મહિના થી ભાવનાબેન ને માનસિક ત્રાસ આપતા હતા. અગાઉ પણ આરોપીઓ એ ફરિયાદી સામે નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશન મા ખોટી અરજી પણ કરેલ હતી અને તેમનો જવાબ પણ આપી આવેલ હતા. માતા ભાવના બેન આપઘાત કરી લેતા ત્રણે માસુમ નાની દીકરીઓ એ માતા ની છત્ર છાયા ગુમાવી દીધી છે.

(10:48 AM IST)