<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

દેશભક્‍તિસભર વાતાવરણમાં તાલાલા ખાતે ભવ્‍ય ઉજવણીઃ પરષોત્તમભાઈ સોલંકીએ ધ્‍વજવંદન કરી પરેડની સલામી ઝીલી

સ્‍વતંત્રતા, સમાનતા અને બંધુતાના માનવીય મૂલ્‍યોનું જતન કરી વિકાસપથ પર અગ્રેસર બનીએઃ કલેક્‍ટર એન.વી.ઉપાધ્‍યાયઃ ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'માં શ્રેષ્ઠ કામગીરી બદલ ઈન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક યોગેશ જોશી, નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલનું સન્‍માન

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૭ :..   તાલાલાના આંગણે સહકારી મિલ કમ્‍પાઉન્‍ડમાં ઉમંગ, ઉલ્લાસ અને દેશભક્‍તિસભર વાતાવરણમાં માહોલમાં ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી  કરવામાં આવી હતી.

મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી  પરષોત્તમભાઈ સોલંકીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્‍વજવંદન કરી પરેડ નીરિક્ષણ કરી અને સલામી ઝીલી હતી.

મંત્રીશ્રી વતી પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્‍ટર  એન.વી.ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે, આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે વિશ્વમાં ઉભરી આવ્‍યું છે, તેનો શ્રેય ભારતીય બંધારણના ઘડવૈયાઓને જાય છે. જેના કારણે આજે આપણે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડી શકયા છીએ અને વિશ્વમાં ઉન્નત માથું કરીને દેશની ધ્‍વજાપતાકા ફરકાવી શકયા છીએ.

સ્‍વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા કલેક્‍ટરશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સૌરાષ્‍ટ્રના સોમનાથ ખાતે તા. ૮ થી ૧૫ જાન્‍યુઆરી ૨૦૨૬ દરમિયાન  સોમનાથ સ્‍વાભિમાન પર્વ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણને ૧૦૦૦ વર્ષની પૂર્ણાહૂતિ અને બે - સરદાર વલ્લભભાઈ પટેલના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્‍પના ૭૫ વર્ષના સુભગ સમન્‍વયરૂપે સોમનાથ સ્‍વાભિમાન પર્વ મનાવવામાં આવ્‍યું. આ પર્વની ઉજવણીનો હેતુ ભાવિ પેઢીને સોમનાથના ઈતિહાસથી પરિચિત કરાવવાનો હતો. એટલું જ નહીં, આ પર્વ થકી રાષ્‍ટ્રીય ચેતનાનું જાગરણ એ પણ મુખ્‍ય ઉદ્દેશ હતો.

મંત્રીશ્રીએ પોલીસ પ્‍લાટૂન, મહિલા પોલીસ પ્‍લાટૂન, હોમગાર્ડ પ્‍લાટૂન, એન.સી.સી પ્‍લાટૂન તેમજ એસ.આર.પી. ગળપ બેન્‍ડ પ્‍લાટૂનની સલામી ઝીલી હતી.  જિલ્લાકક્ષાની પ્રજાસતાક પર્વની પરેડનું નેતળત્‍વ કમાન્‍ડર  જે.જે.પરમારે કર્યું હતું.

 ટેબ્‍લો નિદર્શન સાથે જ વરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા બેન્‍ડની સુરાવલીઓએ ઉપસ્‍થિત સર્વેનું મન મોહ્યું હતું.

આરોગ્‍ય વિભાગ દ્વારા બીનચેપી રોગ અને જુદા-જુદા રોગો વિશેની માહિતી આપતો ટેબ્‍લો, વનવિભાગ દ્વારા પર્યાવરણ જાગળતિ ટેબ્‍લો, આઈ.સી.ડી.એસ. દ્વારા લાઈવ આંગણવાડીનું નિદર્શન કરતો ટેબ્‍લો, પી.જી.વી.સી.એલ. દ્વારા સૂર્યઘર અને સોલાર અંગે જાગળતિ, પશુપાલન ખાતાની યોજનાઓ દર્શાવતો ટેબ્‍લો, વાહનવ્‍યવહાર વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન દર્શાવતો ટેબ્‍લો, પોલીસ વિભાગ દ્વારા સાયબર સિકયોરિટી અને સાઈબર ક્રાઈમ અંગે અવેરનેસ દર્શાવતો ટેબ્‍લો, ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ અંગે જનજાગળતિની થીમ સહિતના ટેબ્‍લો આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યાં હતાં.

વિવિધ સ્‍થાનિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્‍તિસભર ગીતો પર સાંસ્‍કળતિક કળતિઓ, મ્‍યૂઝિક સાથે સ્‍વરક્ષણ બચાવ અંગે કરાટેદાવ, રાસ-ગરબા સહિતના લોકનળત્‍યો રજૂ કર્યા હતાં. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી તમામ રંગારંગ પ્રસ્‍તુતિઓ નાગરિકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બની હતી.

સોમનાથ સ્‍વાભિમાન પર્વમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ઈન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક યોગેશ જોશી, નિવાસી અધિક કલેક્‍ટર  રાજેશ આલનું સન્‍માન કરાયું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ  મંજૂલાબહેન મૂછાર, તાલાલા નગરપાલિકા પ્રમુખ ઉષાબહેન લક્કડ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, અગ્રણીઓ ડો. સંજયભાઈ પરમાર, ઝવેરીભાઈ ઠકરાર મહેન્‍દ્રભાઈ પીઠિયા, તાલુકાના ગણમાન્‍ય નાગરિકો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા તાલુકાના નગરજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(10:48 AM IST)