<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સ્‍વદેશી વસ્‍તુઓનો મહત્તમ ઉપયોગ થકી રાષ્‍ટ્રને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ થઈએઃ રાજેશ તન્ના

આપણા સંસાધનોનો યોગ્‍ય અને કરકસરપૂર્વક ઉપયોગને નૈતિક ફરજ સમજી રાષ્‍ટ્રનિર્માણ અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ ધારાસભ્‍ય મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્‍મય માનસેતા સહિતના ઉપસ્‍થિત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ૨૭ :..  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે જિલ્લા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી રાજેશ તન્નાની અધ્‍યક્ષતામાં કરવામાં આવી હતી. શ્રી તન્નાએ ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રની શાન સમા રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ પોલીસ અધિક્ષક  જયરાજસિંહ વાળા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને શુભેરછાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્‍યું હતું કે, આપણી ભારતભૂમિ મહાત્‍મા ગાંધી અને સરદાર પટેલ સહિત રાષ્‍ટ્રની મહામૂલી આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા લડવૈયાઓની ધરતી છે. જેમના બલિદાનો પછી આપણને સ્‍વંતત્રતા મળી છે ત્‍યારે આવા સ્‍વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરી તેઓની શહાદતને યાદ કરીએ છીએ. વર્ષ ૧૯૫૦માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્‍વીકારી પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ તેની ગરીમાની ગાથા ગર્વભેર ગાવાનો આ પવિત્ર અવસર છે.

વધુમાં કલેકટરશ્રીએ કહ્યું કે, ૨૬ જાન્‍યુઆરી ૧૯૫૦નો દિવસએ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે આ દિવસે ભારતના બંધારણને અમલી બનાવી ભારતને ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્‍ટ્ર' તરીકે સ્‍થાપિત કરવામાં આવ્‍યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાંત અને વિદ્વાનો દ્વારા બનાવવામાં આવેલા આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી વધુ સુદ્રઢ બની છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શરૂપ રહ્યું છે. 

કલેકટરશ્રીએ કહ્યું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રદેશમાં પૌરાણિક, ઐતિહાસિક, પુરાતત્‍વીય, સામાજિક, આર્થિક અને કળષિક્ષેત્રે મહત્‍વનું સ્‍થાન ધરાવતો જિલ્લો છે. તેની આગવી ભાતીગળ લોકસંસ્‍કળતિ અને લોકજીવનના કારણે વધુ ખ્‍યાતિ પામ્‍યો છે. છેલ્લા થોડા વર્ષોમાં દેવભૂમિ દ્વારકા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રવાસીઓનો વધતો પ્રવાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટૂરિસ્‍ટો માટે ફેવરિટ ડેસ્‍ટિનેશન બનવાની દિશામાં પ્રોત્‍સાહિત કરી રહ્યું છે. માત્ર પ્રવાસન જ નહીં કળષિ, ઉદ્યોગ, રિન્‍યુએબલ એનર્જી સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં જિલ્લો અગ્રેસર બની રહ્યો છે.

 જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી પોલીસ, આરોગ્‍ય અને આઈ.સી.ડી.એસ, વાસ્‍મો, શિક્ષણ, સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર વિભાગ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, પ્રાકળતિક કળષિ અને આત્‍મા પ્રોજેક્‍ટ સહિત વિવિધ વિભાગના ટેબલોનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

ં એસ.આર.કરમૂર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સર્વાંગ સુંદર વ્‍યાયામ, ભાણવડ તાલુકા શાળા નં.૩ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્‍તિ અભિનય, વી.એમ.ઘેલાણી સરકારી હાઈસ્‍કૂલ,ભાણવડના વિધાર્થીઓ દ્વારા લોકગીત ફયુઝન તથા સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલ ખંભાળિયા વિધાર્થીઓ દ્વારા સ્‍કૂલ બેન્‍ડ સહિતની સાંસ્‍કળતિક કાર્યક્રમો પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતા.

 શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્‍લો, શ્રેષ્ઠ સાંસ્‍કળતિક કળતિ પ્રસ્‍તુત કરનાર તેમજ ઉત્‍કળષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને કલેકટરશ્રી સહિતના મહાનુભાવો હસ્‍તે પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

ભાણવડ ખાતે થયેલી ઉજવણીમાં ધારાસભ્‍ય  મુળુભાઇ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્‍મય માનસેતા, સાગર રાઠોડ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, અગ્રણીઓ સગાભાઈ રાવલિયા, અજય કારાવદરા સહિત બહોળી સંખ્‍યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:49 AM IST)