<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

પ્રથમ જ્‍યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાન્નિધ્‍યે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

પોલીસ, અશ્વદળ તથા સુરક્ષા દળો દ્વારા શિસ્‍તબદ્ધ અને અનુશાસિત પરેડ આકર્ષણનું કેન્‍દ્રઃ પી.કે. લહેરીના હસ્‍તે ધ્‍વજવંદન : શિવ કથાકાર ગીરીબાપુ ખાસ ઉપસ્‍થિતઃ બેન્‍ડ નિદર્શન, શાસ્‍ત્રીય નળત્‍ય, રાસ સહિત વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂઃ ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના-પુષ્‍પાંજલી

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૭: પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પ્રથમ જ્યોતિલિંગના આંગણે દેશના ૭૭માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી  પી.કે. લહેરીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું, ટ્રસ્‍ટીએ પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, ‘‘પ્રજાસત્તાક પર્વ માત્ર એક ઉત્‍સવ નથી, પરંતુ આપણા બંધારણના રૂપમાં ભારતને મળેલું મૌલિક અને ન્‍યાયિક અસ્‍મિતાનું જીવંત સ્‍વરૂપ છે '' આમ કહી તેમણે ઉપસ્‍થિત સર્વેને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પર્વની ઉજવણીમાં ભારત માતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદના અર્પી પુષ્‍પાંજલિ કરવામાં આવી, જેમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ દેશભક્‍તિની ભાવનાથી નમન કર્યું હતું. આ તકે શિવ કથાકાર ગીરીબાપુ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા

આ પ્રસંગે બેન્‍ડ નિદર્શન, શાસ્‍ત્રીય નળત્‍ય, રાસ સહિત વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા. 

 

(12:04 PM IST)