<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

લોધીકાના આંબલીયાળા ગામે ખૂની હુમલાના બનાવ અંગે ૩ સામે વળતી ફરીયાદ

રમેશભાઇ સોલંકીએ પિતા-પુત્ર સહિત ૩ સામે ફરીયાદ કરીઃ જમીનની માપણી પ્રશ્ને હર્ષદસિંહ ઉપર ખૂની હુમલો થયો'તો

રાજકોટ તા. ર૭ :.. લોધીકાના આંબલીયાળા ગામે જમીનની માપણી પ્રશ્ને ખૂની હુમલાના બનાવ બાદ સામા પક્ષે ૩ વ્‍યકિતઓ સામે લોખંડના પાઇપથી હુમલો કર્યાની પોલીસમાં વળતી ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ રમેશભાઇ ભીમજીભાઇ સોલંકી ધંધો ખેતી રહે. આમલીયાળા તા. કોટડા સાંગાણીએ આરોપી (૧) હર્ષદસિંહ ઉર્ફે પીન્‍ટુભાઇ દીલુભા જોજા, (ર) દીવ્‍યરાજસિંહ હર્ષદસિંહ જાડેજા તથા (૩) મયુરસિંહ દીલુભા જાડેજા, રહે. બધા આમલીયાળા તા. કોટડા સાંગાણી સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ એક સંપ કરી ફરીયાદીની વાડીએ ખોટી રીતે સર્વેયરથી માપણી કરાવતા હોય ફરીયાદીએ ના પાડતા આરોપી નં. (ર) એ લોખંડના પાઇપ વતી ફરીયાદીના ડાબા પગમાં મારી ફ્રેકચર જેવી ઇજા કરી હતી.

તેમજ આરોપી (૧) તથા (૩) નાએ ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી સાહેદ ફરીયાદીના પત્‍નિ ફરીયાદીને વધુ માર માથી છોડાવવા જતા આરોપી (ર) નાએ સાહેદને જાપટ મારી ધકકો મારી નીચે પછાડી દઇ મુંઢ  ઇજા કરી આરોપીઓને ગાળો આપી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, આરોપી હર્ષદસિંહ જાડેજા ઉપર ખૂની હુમલો થયો હતો.

(11:31 AM IST)