<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

દેવભૂમિ દ્વારકામાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને ‘૯૭૨મી રામકથા'નું તા.૫ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી આયોજન

પ.પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના આશીર્વાદથી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજની પાવન ઉપસ્‍થિતિમાં રામ નામના નાદ ગુંજશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭:  દેવભૂમિ દ્વારકામાં પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને ‘૯૭૨મી રામકથા''નું આયોજન તા.૫ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્‍યું છે.

પ.પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના આશીર્વાદથી અનંતશ્રી વિભુષિત પヘમિાનામનાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સદાનંદન સરસ્‍વતીજી મહારાજની પાવન ઉપસ્‍થિતિમાં ‘‘ચિત્રકુટ ધામ'', ગ્રાઉન્‍ડ, સર્કિટ હાઉસ પાછળ, દ્વારકા ખાતે તા.૫ ફેબ્રુઆરીએ કથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજે ૪ થી ૭ દરમ્‍યાન પૂ.મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. શ્રી રામકથાના નિમિત માત્ર મનોરથી ડો.પૂર્ણિમાબેન જેઠવા છે.

તા.૬ ફેબ્રુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૧૦ થી બપોરે ૧:૩૦ સુધી પૂ. મોરારીબાપુ કથાનું રસપાન કરાવશે આ કથાનું જીવંત પ્રસારણ આસ્‍થા અને ચિત્રકૂટધામ તલગાજરડા યુટયુબ ચેનલ પર કરવામાં આવશે

(11:45 AM IST)