<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

સતાધારમાં પૂ.શામજીબાપુની પુણ્‍યતિથી મહોત્‍સવઃ પૂ.વિજયબાપુના સાનિધ્‍યમાં ગુરૂપૂજન

રાત્રે સંતવાણીની જમાવટઃ સતાધારધામના નવનિર્માણનો સૂર્યોદય થશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭: પ.પૂ.ભકતભુષણ સંત શિરોમણી શ્રી શામજીબાપુની ૪૩મી પુણ્‍યતિથી મહોત્‍સવની આજે સવારથી સતાધાર ખાતે મહંત પૂ.વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના સાનિધ્‍યમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં સવારે ૯ કલાકે ગુરૂપુજન કરવામાં આવેલ અને સતાધારધામના નવનિર્માણનો સુર્યોદય થવા જઇ રહયો છે. રાત્રે ૯ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં પરસોતમપરી ગોસ્‍વામી, રામદાસ ગોંડલીયા સહિતના કલાકારો જમાવટ કરશે.

પુજ્‍ય આપાગીગાની જગ્‍યા સતાધાર ધામનો કાયા પલટ થઈ રહ્યો છે. સતાધાર ધામ ના સંતોની ઉજળી પરંપરાના રાહે પુજ્‍ય મહંતશ્રી વિજયબાપુ અજવાળું પાથરી રહ્યા છે.

વર્તમાન મહંત શ્રી પુજ્‍ય શ્રી વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. સતાધાર ધામ ની જગ્‍યા હવે સંગેમરમર થી મઢાઈ રહી છે. ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. નવા રંગ રૂપ ધારણ થશે.  જગ્‍યાનો અકલ્‍પનીય વિકાસ થશે.

અદભુત એવી આ સત્તની જગ્‍યા માટે પુજ્‍ય બાપુ શ્રી વિજય બાપુએ કરેલી કલ્‍પના હવે તાદ્રશ્‍ય સ્‍વરૂપ ધારણ કરશે. સફળ લોકમાંથી વિદાયમાન થયેલા અને સ્‍વર્ગમાં બિરાજમાન સતાધાર ધામના તમામ સંતો પુજ્‍ય શ્રી વિજયબાપુ ઉપર અઢળક આશિર્વાદ વરસાવી રહ્યા છે. આજે સંત શિરોમણી શ્રી શામજી બાપુની તિથિ આવે છે એ દિવસ સતાધાર ધામ ખાતે ઉત્‍સવનો દિવસ છે.

પુજ્‍ય મહંત બાપુશ્રી વિજયબાપુ જ્‍યારે સતાધારનો ગૌરવશાળી ઈતિહાસ લખાશે ત્‍યારે એમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.  આપાગીગા...હે ગીગડાપીર... ઈતિહાસના વર્તમાન મહંત શ્રી પુજ્‍ય વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુને એવી શક્‍તિ આપજો કે એમનું આ ભગીરથ કાર્ય જલ્‍દી પુર્ણ થાય અને પુજ્‍ય વિજયબાપુ નું સપનું સાકાર થાય.

(1:23 PM IST)