News of Tuesday, 27th January 2026
સાળંગપુર શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજદાદાને જરદોશી વર્કવાળા વાઘા રંગબેરંગી શેવંતી-ઓર્કિડ-ગુલાબના મિક્સ ફૂલોનો શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન: મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા શ્રી હનુમાનદાદાની શણગાર આરતી ઉતારવામાં આવી

રાજકોટ તા.૨૭
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે તા.૨૭-૦૧-૨૦૨૬ને મંગળવારના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજીદાદાને જરદોશી વર્કવાળા વાઘા -રંગબેરંગી શેવંતી અને ઓર્કિડ-ગુલાબના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીકષ્ટભંજનદેવના સિંહાસને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડ-ગુલાબના મિક્સ ફૂલોનો ઉપયોગ કરી મનોહર શણગાર કરવામાં આવ્યો હતો.
મંગળવારના વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે ભક્તિભાવપૂર્વક મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે ૭:૦૦ કલાકે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે મંદિરના પ્રાંગણમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા 'જય કષ્ટભંજન' ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ દાદાના શણગાર દર્શન કરી પરમ શાંતિની અનુભૂતિ કરી હતી.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
