News of Tuesday, 27th January 2026
જામનગરમાં “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા અને ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ થેયલા વડીલોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા
તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે કથા પ્રસંગે પધારેલા મહાનુભાવોનું સન્માન

જામનગર : તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણનો પ્રારંભ થયો. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” ટાઇપની છે કારણ કે અહીં સ્વર્ગવાસી થઇ ગયા હોવા છતા તપોવન વૃદ્ધાશ્રમ પોતાના વડીલોને યાદ કરીને તર્પણ રૂપે લાગણીસભર, કરુણાપૂર્ણ શ્રીમદ્ ભાગવત સપ્તાહ બેસાડે છે જે ખરેખર અભૂતપૂર્વ પ્રસંગ ગણાય.
દેવસ્થાપન-પૂજન અને દિવ્ય શોભાયાત્રા સાથે વિશાળ મંડપમાં ભાગવતજી પધાર્યા હતા તે બાદ તપોવન ફાઉન્ડેશનના રાજેનભાઇ જાની, શ્રીમતી વસુબેન ત્રિવેદી તથા પરેશભાઈ જાની દ્વારા સ્વાગત પ્રવચન અને કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદ લેવાની સૌને ખાસ અપીલ કરવામાં આવી. તે બાદ દિવ્ય વાતાવરણ માં ભાગવત કથા નો મંગલ પ્રારંભ થયો. કથાના અંતે તપોવન ફાઉન્ડેશન દ્વારા પધારેલા મહાનુભાવોનું સન્માન અને ભાગવતજીની આરતી સાથે સમાપન થયું.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
