<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર ફેરફાર.

૨૯ જાન્યુઆરીએને બદલે હવે ૦૫ ફેબ્રુઆરીએ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા આયોજન મંડળ’ની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે આ બેઠક ૨૯ જાન્યુઆરીએ ને બદલે હવે ૦૫ ફેબ્રુઆરીએ યોજાશે. મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા. ૦૫/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાનાર બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ માટેની નવી દરખાસ્તો સહિત વિવિધ મુદાઓ બાબતે સમીક્ષા કરાશે.

(11:16 PM IST)