<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા.

ઘરધણી સહિત કુલ મળીને 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 25,500 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબીના માધાપર શેરી નંબર 4 ની અંદર રહેતા શખ્સનાં મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને 7 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 25,500 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

     મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના માધાપર શેરી નં-4 માં રહેતા મુનાવરખાન યુસુફખાનના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી મુનાવરખાન યુસુફખાન યુસુફઝઈ (45) તથા તેનો દીકરો સાજીદખાન મુનાવરખાન યુસુફઝઈ (19), દાઉદભાઈ ગનીભાઈ પીપરવાડિયા (44) (રહે. જોન્સનગર મોરબી) રવિભાઈ દેવાભાઈ ડાભી (19) (રહે. માધાપર શેરી નં-2 મોરબી) વિમલભાઈ ઉર્ફે વિપુલ નટુભાઈ સોલંકી (48) (રહે. સ્વાતિ પાર્ક ઉમિયા ગેટની અંદર મોરબી)  હનીફભાઈ હુસેનભાઇ દિવાન (42)( રહે. બોરીચાવાસ લીલાપર રોડ મોરબી )તથા વિપુલભાઈ ઉર્ફે ડબલી રામભાઈ ગરીયા (28) (રહે. અંબિકાનગર માધાપર મોરબી વાળા) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 25,500 ની રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 AM IST)