હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

જામનગર::જામનગરમાં પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ રણમલ તળાવ, ભૂજીયા કોઠા સહિતનાં ઐતિહાસિક સ્થાપત્યો તિરંગાની થીમ પર રૌશનીથી ઝળહળી ઉઠ્યા હતાં અને ધર્મનગરીમાં રાષ્ટ્રીય તહેવાર પણ ઉમંગભેર ઉજવાયો હતો. તાજેતરમાં લોકાર્પણ પામેલ સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધીનાં ઓવરબ્રીજ નીચે સાત રસ્તા સર્કલમાં ઝાંસીની રાણીની પ્રતિમા આસપાસ પણ અદ્ભૂત લાઇટ ડેકોરેશન નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા અને ઓવરબ્રીજ ફરી એક વખત સેલ્ફીઝોન બન્યો હતો. ઐતિહાસિક ઇમારતો સહિત સરકારી કચેરીઓમાં પણ લાઇટીંગમાં રાષ્ટ્રધ્વજનાં રંગો ઝળહળી ઉઠ્યા હતાં.(તસવીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM