હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશવ્યાપી બેંક હડતાલમાં સ્થાનિક બેંક કર્મચારીઓ સામેલ : જામનગરમાં બેંક કર્મીઓ - યુનિયન દ્વારા પડતર માંગને લઇ સૂર થયો બુલંદ : જુઓ વિડીયો
સાપ્તાહિક ૫ દિવસ વર્કીંગ ડે ની પ્રચંડ માંગ : શનિ રવિ અને પછી સોમવારે પ્રજાસતાક પર્વની રજા પછીનાં દિવસે હડતાલને કારણે સતત ૪ દિવસ બેંકો બંધ રહેતા અનેક લોકો મુશ્કેલીમા મુકાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : ગઇકાલે ભારતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની દેશવ્યાપી હડતાલને પગલે દેશમાં અરબો રૂપિયાનાં આર્થિક વ્યવહારો ખોરવાયા હતાં.
શનિ રવિ અને પછી સોમવારે પ્રજાસતાક પર્વની રજા પછીનાં દિવસે હડતાલને કારણે સતત ૪ દિવસ બેંકો બંધ રહેતા અનેક લોકોને મુશ્કેલી થઇ હતી. જામનગરમાં પણ ગુજરાત બેંક વર્ક્સ યુનિયનનાં નેજા હેઠળ સૈંકડો બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. યુનિયનનાં હોદ્દેદાર કુલિનભાઇ ધોળકીયા સહિતનાં આગેવાનોએ બેંક ઓફ ઇન્ડીયા પાસે એકઠા થઇ પડતર માંગણીઓને લઇને સૂત્રોચ્ચાર કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. આ તકે સપ્તાહમાં પાંચ દિવસનાં વર્કીંગ ડે ની પદ્ધતિ અમલી બનાવવાની માંગ પ્રચંડ બની હતી. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩ માં કરવામાં આવેલ સમજૂતીની અમલવારી હજુ સુધી થઇ ન હોવાનાં આરોપ સાથે યુનિયનનાં આગેવાનો તથા બેંક કર્મચારીઓએ ૩ વર્ષ જૂની સમજૂતીનાં તાત્કાલિક અમલની માંગ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
