News of Wednesday, 28th January 2026
ઉના-દીવ હાઇવે ઉપર વધુ ૩ અકસ્માતો મહિલા સહિત ૪ને ઇજાઃ અન્ય ર ગંભીર

(નવીન જોષી દ્વારા) ઉના તા.ર૮, ઉના-દિવ હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે. વધુ ૩ અકસ્માતોમાં મહિલા સહિત ૪ ને ઇજા થઇ છે અન્ય ર વ્યકિતને ગંભીર ઇજા થઇ છે.
ઊના તાલુકા ના કેસરિયા દીવ તરફ જતા હાઈવે રોડ જાણે અકસ્માત ઝોન બની ગયો છે એક મોટર સાયકલ ચાલક નું થોડન દિવસો પહેલા ડમ્પર પાછળ દ્યૂસી ગયું હતું જેમાં એક યુવાન નું મોત થયું હતું. ત્યારબાદ ફરી બીજો અકસ્માત કેસરિયા સોનેરી ગામ નજીક દીવ થી કેસરિયા ગામ તરફ જઈ રહેલ ડબલ સવારી મોટર સાયકલ ઉપર જઈ રહેલ ત્યારે બીજા એક ડબલ સવારી વાળું મોટર સાયકલ ડબલ સવારી મોટર સાયકલ કેસરિયા થી ભીગરણ જતા મોટર સાયકલ જોર દાર ભટકાતા વેલાકોટ ગામ ના રાહુલ ભાઈ ભાલીયા ઉ.વ.૨૨ અને રામજીભાઈ બાબુભાઈ ક્વાડ ને ઈજાઓ પહોંચી હતી જયારે બીજી મોટર સાયકલ માં ભીંગરણ ગામ ના બાલુભાઈ ભીખાભાઇ બાંભણિયા ઉ. વ. ૫૬, તેમની પત્ની ગીતાબેન બાલુભાઈ બાંભણિયા ઉ. વ. ૫૦ મોટર સાયકલ ઉપરથી રોડ ઉપર પડી જતા ઈજાઓ થઈ હતી. તે પુત્રી ની લગ્ન ની કંકોત્રી આપી પરત ભીગરણ જતા હતા ત્યારે અકસ્માત થયો હતો ચારેયને ઊના હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા જયાં રાહુલ ભાલીયા ની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
બીજા બનાવ માં આજે સવારે કેસરિયા થી દીવ જતા રોડ ઉપર તડ ગામ નજીક પ્રાથમિક શાળા પાસે ઊના થી શાક ભાજી ભરી ને દીવ તરફ જતો છોટા હાથી મીની ટ્રક જતું હતું ત્યારે નૈષદભાઈ દાનાભાઈ વાળા ઉ . વ. ૨૪ દૂધ લેવા મોટર સાયકલ રોંગ સાઇડ માં મોટર સાયકલ લઈ જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતા છોટા હાથી મીની ટ્રક સાથે જોર દાર ભટકાતા નૈષદભાઈ દાનાભાઈ વાળા રોડ ઉપર પડી જતા ગંભીર ઈજાઓ થતા ઊના હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.
કેસરિયા દીવ તરફ જતા હાઈવે રોડ ઉપર સ્પીડ બેકર મૂકવા લોકો ની દ્યણા મહિનાઓ થી માગણી છે અગાઉ ગ્રામ જનોએ પ્રાંત કચેરી એ જઈ સ્પીડ બ્રેકર મૂકવા અને વાહન અકસ્માત બંધ કરવા માગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
