<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જામનગર શહેરમાં ગઈકાલે ખેડૂતો ના હિત ના પ્રશ્ને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પદયાત્રા યોજાઈ : જુઓ વિડિયો

જામનગર જિલ્લાભરના ખેડૂતો નાખેતરોમાંથી કઢાતી વીજલાઈનોના વળતર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું : ટેલીગ્રાફ એક્ટ-૧૮૮૫ મુજબ નોટીસો અપાય છે : ખેડૂતોને આ કાયદા મુજબ વળતર આપવા ની માંગણી બુલંદ કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૮ :  જામનગર શહેરમાં ગઈકાલે મંગળવારે તા.૨૭મીએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જિલ્લાના તાલુકાઓના ખેડુતોએ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ખેતરોમાંથી પસાર થયેલી, થતી કે થનારી ખાનગી કંપનીઓની વીજ લાઈનોના વળતર મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

 

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલીયા, નવસારીના જયેશભાઈ પટેલના નેજા હેઠળ પેલેસ રોડથી કલેક્ટર કચેરી સુધીની ખેડુત પદયાત્રા યોજાઈ હતી. જે વેળાએ પોલીસ બંદોબસ્ત રહ્યો હતો. ખેડુત અગ્રણીઓ અને ખેડુતોએ કલેક્ટર કેતન ઠક્કરને રૂબરુ મળીને રજુઆત કરીને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું  કે, જામનગર જિલ્લામાં અત્યારે જે જે વીજ લાઈનો નીકળી ગઈ છે, નીકળે છે, કે નિકળવાની છે. તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટરએ ખેડુતોને ઈ.સ. ૧૮૮૫ના ધ ટેલીગ્રાફ એક્ટ મુજબ-૨૦૦૩ના વિદ્યુત કાયદા મુજબ નોટીસો આપી છે. જ્યારે આ જ કાયદા હેઠળ ખેડુતોને વળતક કેમ અપાતું નથી ? ઈ.સ.૧૮૮૫ અને ૨૦૦૩ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકશાન અને વધારેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે ખાનગી કંપનીઓ માટે કરેલા તા.૧/૧/૨૦૧૭થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધીના તમામ પરિપત્રો મુજબ જંત્રીના ભાવે વળતરની ગણતરી શા માટે કરવામાં આવે છે ? તેવા સવાલો ઉઠાવીને ૧૫ જેટલા મુદ્દાની માહિતી માંગી હતી

(11:42 AM IST)