<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

ગોંડલ નજીક રોડ ક્રોસ કરતા અજાણ્‍યા પ્રૌઢને ટ્રકે ઠોકર મારતા મોત

રાજકોટ, તા., ર૮: ગોંડલ નજીક ખેતલા આપા હોટલ પાસે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા પ્રૌઢને ટ્રકના ચાલકે ઠોકર  તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતુ.

મળતી વિગત મુજબ ગોંડલ નજીક ખેતલા આપા હોટલની સામે આશરે પપ વર્ષીય અજાણ્‍યો પ્રૌઢ ગઇકાલે રોડક્રોસ કરતો હતો  ત્‍યારે પુરઝડપે આવતા ટ્રકના ચાલકે અજાણ્‍યા પ્રૌઢને હડફેટે લેતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા અસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ ઉપર પહોંચી તપાસ કરતા પ્રૌઢનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ, એસ.પી.ડાંગર, સહીતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી એએસઆઇ હિતેશભાઇ ગામીની ફરીયાદ પરથી ટ્રક ચાલક નયન સાદુરભાઇ ભેડરડા (રહે. દોલતપરા મંગલધામ સોસાયટી જુનાગઢ) ની અટકાયત કરી હતી. પોલીસે મૃતક અજાણ્‍યા પ્રૌઢની ઓળખ મેળવવા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે

(11:43 AM IST)