News of Wednesday, 28th January 2026
પડધરીના નાના સગાડીયામાં કૂવો ગાળતી વખતે પડી જતાં મજૂરનું મોત
મુળ રાજસ્થાનના ૪૦ વર્ષના કૈલાસભાઇએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૮: પડધરીના નાના સગાડીયા ગામે કૂવો ગાળવાનું કામ કરતી વખતે મજૂર યુવાનનું કૂવામાં પડી જતાં ઇજા થવાથી મોત થયું છે. જાણવા મળ્યા મુજબ નાના સગાડીયા ગામે જેન્તીભાઇની વાડીએ ચારેક દિવસથી કૂવો ગાળવાનું કામ કરવા મજૂરો આવ્યા હોઇ ગત ૨૪મીએ સવારે દસેક વાગ્યે રાજસ્થાનના મજૂર કૈલાસભાઇ ભુરાભાઇ ભીલ (ઉ.વ.૪૦) કૂવાના ઉપરના ભાગે હતાં ત્યારે અકસ્માતે અંદર પડી જતાં ગંભીર ઇજા થતાં પડધરી સારવાર અપાવી બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે જાણ કરતાં પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
