News of Wednesday, 28th January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઉતરોતર વધારો
સૌથી વધુ ઠંડી નલિયામાં ૭ ડીગ્રીઃ રાજકોટ, પોરબંદર, ભૂજમાં ઠંડીની વધુ અસર

રાજકોટ, તા. ર૮: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઉતરોતર વધારો થઇ રહયો છે. આજે સવારે પણ હિમ વરસતુ હોય તેવો ઠંડીનો માહોલ રહયો હતો. જેમાં સૌથી વધુ ઠંડી નલીયામાં ૭ ડીગ્રી, તે પછી રાજકોટમાં ૧૦.૭ ડીગ્રી અને પોરબંદરમાં ૧૧.૪ ડીગ્રી હવામાન રહયું હતું.
ભાવનગરમાં લઘુતમ તાપમાન ૫ ડિગ્રી ઘટતા ઠંડી વધી
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઠંડીનું વધ્યું છે. આજે બુધવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટીને ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું.જ્યારે પવન ની ઝડપ ૧૦ કિમી પ્ર.તિ. કલાકની રહી હતી. ભાવનગરમાં ઠંડીનું જોર વધતા જનજીવન પર તેની અસર થઈ રહી છે.
ગિરનાર પર તાપમાન વધીને ૧૧.૮ ડિગ્રી, ઠંડીમાં ઘટાડો
(વિનુ જોશી દ્વારા), જુનાગઢઃ ગિરનાર પર તાપમાન વધીને ૧૧.૮ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘટાડો થયો હતો.
પેલા બે દિવસથી સવારના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે સવારે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી વધીને ૧૧.૮ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ઘરખમ ઘટાડો નોંધાયો હતો. પરંતુ તોફાની પવનને લઈને ગિરનાર પર યાત્રાએ આવેલા ભાવિકો સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જુનાગઢ શહેરનું લઘુગામ તાપમાન પણ સવારે ૩.૨ ડિગ્રી વધીને ૧૬.૮ ડિગ્રી એ પહોંચી ગયું હતું જેના કારણે ઠંડી ગાયબ થઈ ગઈ હતી પરંતુ સવારથી પવનની ઙ્કતિ કલાકની ઝડપ વધીને ૮.૨ થઇ જતાં જનજીવનને અસર થઈ હતી.
સવારે ઠંડી ઘટવાથી અને પવન વધવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૫૧% થઈ ગયું હતું.
જામનગર
બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે.
લધુતમ તાપમાન ૧ર સેગ્રે, મહતમ તાપમાન રપ.પ સેગ્રે., ભેજનું પ્રમાણ ૬૭ ટકા પવનની ગતિ પ.ર કી.મી. સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન નીચે મુજબ રહયું છે.
કયાં કેટલી ઠડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૨૮.૬ ડીગ્રી
બરોડા ૨૯.૦ ડીગ્રી
ભાવનગર ૨૯.૮ ડીગ્રી
ભુજ ૨૫.૮ ડીગ્રી
ડીસા ૨૬.૨ ડીગ્રી
દીવ ૨૬.૫ ડીગ્રી
દ્વારકા ૨૩. ડીગ્રી
કંડલા ૨૭.૦ ડીગ્રી
નલીયા ૨૫.૦ ડીગ્રી
ઓખા ર૪.૩ ડીગ્રી
પોરબંદર ૨૬.૬ ડીગ્રી
રાજકોટ ૨૭.૭ ડીગ્રી
સુરત ૨૯.૨ ડીગ્રી
વેરાવળ ૨૬.૩ ડીગ્રી
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
