હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલાના દરબાર ગઢમાં રાજવી પરંપરા સાથે લગ્ન પ્રસંગ સંપન્ન

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૮: પવિત્ર પંચાળ ભૂમિ એવા ચામુંડાધામ ચોટીલાના શહેરમાં તાજેતરમાં રાજવી પરિવારમાં ભવ્ય લગ્નોત્સવ પરંપરાગત રાજવી રીત-રિવાજો સાથે સંપન્ન થયેલ છે. ચોટીલા નિવાસી દરબાર જયવીરભાઈ દાદાબાપુ ખાચરના સુપુત્ર ચિ. કુમાર ધ્રુવરાજભાઈ અને કેડાણ નિવાસી દરબાર ભુપેન્દ્રભાઈ મનુભાઈ કોટીલાના સુપુત્રી સૌ.કાં. ધનેશ્વરીબા ના મંગળ ફેરા સાથે પ્રભુતામાં પગરવ માંડેલ છે.
આ લગ્ન પ્રસંગનું મુખ્ય આકર્ષણ દરબાર ગઢમાંથી નીકળેલું ભવ્ય ફૂલેકું રહ્યું હતું. વરરાજાના પિતા જયવીરભાઈ ખાચર તેમજ તેમના કાકાઓ મહાવીરભાઈ ખાચર અને છત્રજીતભાઈ ખાચરનાં સમગ્ર પરિવારમાં હરખ જોવા મળ્યો હતો.
જ્યારે વરરાજા ચિ. ધ્રુવરાજભાઈ કાઠિયાવાડી દરબારી પોશાક અને રાજવી સાફામાં સજ્જ થઈને , ઊંટ, બળદ ગાડાં અને અヘોની હારમાળા તેમજ બગીઓના કાફલા ઉપર સવાર થઈ ને નીકળ્યા ત્યારે જાણે જૂનો રાજાશાહી કાળના રાજ પરિવારના ફુલેકા ના જીવંત દ્રશ્યો જોવા મળેલ હતા. શહેરના મુખ્ય માર્ગો પર અશ્વ સવારોએ અદભૂત કરતબો બતાવી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાઠી રાજવી પરિવારની ગરિમા અને સંસ્કળતિ અને કાઠી ક્ષત્રિય સમાજના જૂના રીત-રિવાજોનું પ્રતિબિંબ આ લગ્ન પ્રસંગમાં જોવા મળેલરહતું. દરબાર ગઢમાં ક્ષત્રિય સમાજની માન મર્યાદા અને રાજવી માભા ને નવી પેઢીને નિહાળેલ મલ્યો હતો.
આ લગ્ન પ્રસંગની સૌથી ખાસ વાત એ હતી કે તેમાં સાત સમંદર પારથી આવેલા મહેમાનો પણ જોડાયા હતા. યુનાઈટેડ કિંગડમ (UK) થી ખાસ ૧૯ જેટલા વિદેશી પર્યટકો આ શાહી લગ્નને મહાલવા આવેલ હતા. વિદેશી મહેમાનો કાઠિયાવાડી પરંપરા, રજવાડી પોશાક અને અહીંની આત્મીય મહેમાનગતિ માણીને ભાવ વિભોર થયા હતા.
રાજુલાના દેદાણ ગામે
દરબાર ગઢમાં ભવ્ય
લગ્ન પ્રસંગ યોજાયો
રાજુલા તાલુકાના દેદાણ ગામ ખાતે આવેલ ઐતિહાસિક દરબાર ગઢમાં યાદગાર ભવ્ય લગ્ન પ્રસંગ યોજાયો હતો. સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો દેદાણનો દરબાર ગઢ દિપમાળાઓ અને આકર્ષક સજાવટથી ઝગમગી ઉઠ્યો હતો. લગ્ન પ્રસંગે પરંપરાગત રિવાજો અને સાંસ્કળતિક વાતાવરણ વચ્ચે વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. સંગીત અને આનંદના માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આ ભવ્ય લગ્ન પ્રસંગ દેદાણ ગામ માટે ગૌરવ અને આનંદનો વિષય બન્યો હતો.
રાજ પરિવારોની હાજરી નોંધનીય બની
સૌરાષ્ટ્રના વિવિધ રજવાડાં અને રાજવી પરિવારોએ ચોટીલાના રાજ પરિવારના શુભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વાંકાનેર, રાજકોટ, જસદણ, અને લીંબડી સહિતના રાજવીઓ ઉપરાંત રાજકીય આગેવાનો અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સંતો, મહંતો એ પ્રભુતામાં પગલા પાડનાર નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. આજના આધુનિક યુગમાં પણ કાઠી રાજવી પરંપરા અને સંસ્કળતિની ઝલક ચોટીલા રાજ પરિવારનાં પ્રસંગે જોવા મળેલ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
