<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

પોરબંદરમાં વંદેમાતરમ્‌ કોસ્‍ટલ સાયકલોથોનઃ ૧૦૦થી વધુ સાઇકલ સવારો જોડાશે

‘વંદેમાતરમ્‌' ગાનના ૧પ૦ વર્ષની સ્‍મૃતિમાં રાષ્‍ટ્રીય સ્‍તરની કોસ્‍ટલ સાયકલોથોનનું આયોજન દરિયા કાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પોરબંદર કાંઠાથી ફેબ્રુઆરીમાં સાયકલ રેલી પસાર થશે માધવપુરમાં ફલેગ ઓફ કાર્યક્રમઃ અન્‍ય વિવિધ કાર્યક્રમો વિસાવાડા અને કડછમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્‍યક્ષ સ્‍થાને વંદેમાતરમ કોસ્‍ટલ સાયકલોથોનના આયોજન-તૈયારી અંગે બેઠક મળી હતી. તે તસ્‍વીર.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: કેન્‍દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા ‘વંદે માતરમ્‌' ગાનના ૧૫૦ વર્ષની સ્‍મળતિમાં રાષ્‍ટ્રીય સ્‍તરની ‘વંદે માતરમ્‌ કોસ્‍ટલ સાયક્‍લોથોન-૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્‍યું છે. પોરબંદર જિલ્લાના કાર્યક્ષેત્રમાંથી ફેબ્રુઆરીની તા. ૦૩ અને તા. ૦૪ ના રોજ આ સાયકલ રેલી પસાર થનાર છે. અંદાજે ૧૦૦ થી વધુ સાયકલ સવારોની ટુકડી નેશનલ હાઈવે પર દ્વારકાના હાથી ગેટથી માધવપુર બીચ થઈને દીવ તરફ આગળ વધશે.

આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે પોરબંદર જિલ્લા કલેકટરશ્રી એસ.ડી. ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ સાઈકલ રેલીના સ્‍વાગત, ટ્રાફિક નિયમન, સુરક્ષા વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધાઓ, વીજ પુરવઠો, પીવાના પાણીના અને સાંસ્‍કળતિક કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પ્રવાસ દરમિયાન સાયકલ સવારો તા. ૦૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ વાગ્‍યે મિયાણી પોરબંદરમાં પ્રવેશ કરશે ત્‍યાં તેમનું સ્‍વાગત કરવામાં આવશે ત્‍યારબાદ વિસાવાડામાં બપોરે ભોજન અને સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે અને બપોરે ૪ વાગ્‍યા આસપાસ સાંદિપની ખાતે ટૂંકા ગાળાનું રોકાણ કરશે. ત્‍યારબાદ મોચા હનુમાન આશ્રમ અને કડછની એલ.જી. જાડેજા હાઈસ્‍કૂલ ખાતે રાત્રિ રોકાણ કરશે ત્‍યાં પણ સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત, તા. ૦૪ ફેબ્રુઆરીના રોજ માધવપુર બીચ ખાતે ‘ફલેગ-ઓફ' કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

આ સાયકલ રેલી ૨૮ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ લખપત કિલ્લા (ભુજ) થી પ્રારંભ થઈને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોચી (કેરળ) ખાતે પૂર્ણ થશે, જે ૬,૬૦૦ કિલોમીટરનું અંતર કાપી નવ દરિયાકાંઠાના રાજ્‍યોમાંથી પસાર થશે. આ સાયક્‍લોથોનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દરિયાકાંઠાની સુરક્ષા અંગે જાગળતિ લાવવા અને રાષ્‍ટ્રીય એકતા તથા દેશભક્‍તિના મૂલ્‍યોને મજબૂત કરવાનો છે.

આ સાઇકલોથોન આયોજન તૈયારી માટેની બેઠકમાં ઇન્‍ચાર્જ નિવાસી અધિક કલેક્‍ટર શ્રી રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.એલ. વાઘાણી, નાયબ મ્‍યુનિ. કમિશનર હર્ષ પટેલ, ડીવાયએસપી ઋતુ રાબા, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડવદરા, મેડિકલ સુપ્રીડન્‍ડિ લિઝાબેન સોજીત્રા સહિત સીઆઈએસએફના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(12:07 PM IST)