News of Wednesday, 28th January 2026
જામનગર તાલુકાના મોટા થાવરીયા નું ગૌરવ: વિશાલભાઈ લોખિલ સીઆઈએસેફ ની કઠણ તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત ફર્યા: ઉમળકાભેર આવકાર
વિશાલભાઈ લોખીલે પણ માતા-પિતાને સલામ ભરી અને પ્રણામ કર્યા : બંનેને નમન કરીને પોતાના માથા પરની કેપ ઉતારીને પિતાને તેમજ માતાને પણ પહેરાવીને સલામી ઝીલી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૮ : જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામના વતની વિશાલભાઈ લોખિલ, કે જેઓએ સીઆઇએસએફની કઠણ તાલીમ પૂર્ણ કરી છે. જેઓ આજે પોતાના માદરે વતન પહોંતાં પરિવાર અને સમગ્ર ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશાલભાઈ લોખીલ પોતાના ઘરે પ્રવેશ્યા ત્યારે સ્વાગત કરાયા બાદ તેમના માતા-પિતા સહિતના પરિવારજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો. વિશાલભાઈ લોખીલે પણ માતા-પિતાને સલામ ભરી અને પ્રણામ કર્યા હતા, અને બંનેને નમન કરીને પોતાના માથા પરની કેપ ઉતારીને પિતાને તેમજ માતાને પણ પહેરાવીને સલામી જીલી હતી, ત્યારે સર્વે ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા, અને સમગ્ર મોટા થાવરીયા ગામમાં હર્ષનું વાતાવરણ બની ગયું હતું.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
