News of Wednesday, 28th January 2026
જામનગરમાં ૩ માળીયા મકાનની પારાપેટ અને છજ્જાનો ભાગ તુટી પડયો : વૃધ્ધાને ઇજા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા.,૨૮ : જામનગરમાં આજે મચ્છરનગર વિસ્તારમાં જર્જરીત ૩ માળીયા મકાનનો કેટલોક ભાગ તુટી પડતા દોડધામ મચી ગઇ હતી.
પ્રાપ્ત માહીતી મુજબ મચ્છરનગર વિસ્તારમાં આવેલા ત્રણ માળીયા મકાનમાં પારાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તુટી પડયો હતો. આ કાટમાળ એક ૬ર વર્ષના વૃધ્ધા ક્રિષ્નાબા ઘનશ્યામસિંહ જાડેજા ઉપર પડતા તેમને ઇજા પહોંચી હતી. અને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જામનગરની જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
