News of Wednesday, 28th January 2026
કચ્છના આડેસરમાં ૪૭ લાખના બિયર-દારુના જથ્થાનો નાશ : દારુ બિયરની નદી વહેતી થયેલી નિહાળીને અનેક પ્યાસીઓની જીભ ઠંડીમાં લબકારા મારતી જોવા મળી : જુઓ વિડીયો
જુદા જુદા વિસ્તારોમાં થી ૨૩ ગુના માં પ્રોહિબિશન અંગે ના દરોડા દરમિયાન પકડવામા આવેલ બિયર નંગ ૫૯૮૯, કવોટરીયા ૩૪૯, બોટલો ૨૯૧૬ સહિત ૯૨૫૪ નંગ બોટલ નો નાશ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : આજે કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી આડેસર પોલીસ સ્ટેશન મા જુદા જુદા વિસ્તારોમાં થી ૨૩ ગુના માં પ્રોહિબિશન અંગે ના દરોડા દરમિયાન પકડવા મા આવેલ બિયર નંગ ૫૯૮૯, કવોટરીયા ૩૪૯, બોટલો ૨૯૧૬ કુલ મળીને ૯૨૫૪ નંગ જેની કુલ કી ૪૭,૩૪,૮૮૦/- નો મુદામાલ આડેસર નજીક બહારના જંગલમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ભચાઉ પ્રાંત અધિકારી જે.આર.ગોહિલ, આડેસર પીઆઈ જે.એમ વાળા, ગાગોદર પીઆઇ વી.એ.સેગલ ત્થા નશાબંધી પી.એસ.આઈ સહિત ના અધિકારીઓ ની હાજરી મા નાશ કરવા માટે બુલડોઝર ફેરવી દેવા મા આવ્યું હતું. જથ્થાનો નાશ થતાં જ દારુ બિયર ની નદી વહેતી થઈ હતી. જે નિહાળીને અનેક પ્યાસીઓ ની જીભ ઠંડી માં લબકારા મારતી જોવા મળી હતી. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
