News of Wednesday, 28th January 2026
જામનગર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : બીનાબેન કોઠારીએ પ્રદેશ નેતૃત્વના પરામર્શ બાદ વિવિધ મોરચાના હોદ્દેદારોની કરી વરણી : જુઓ સંપૂર્ણ સૂચિ
ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ સહિત યુવા, મહિલા, કિસાન અને લઘુમતી મોરચામાં નવા ચહેરાઓને સ્થાન : શહેરના તમામ વોર્ડ અને મંડલોને સંતુલિત પ્રતિનિધિત્વ આપી સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ

જામનગર, તા. 28 જાન્યુઆરી : ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર અધ્યક્ષા બીનાબેન એ. કોઠારી દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ જામનગર મહાનગરના નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. તા. ૨૭.૦૧.૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આ નવા માળખામાં મુખ્ય સંગઠન ઉપરાંત વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્ય સંગઠનના હોદ્દેદારો:
જામનગર ભાજપના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ ગોરી, નિશાંતભાઈ અગારા, દયાબેન પરમાર, વનિતાબેન કાલાવડિયા, હેમલભાઇ ચોટાઇ, સંજયભાઇ મુંગરા, રીટાબેન જોટંગીયા અને વિજયભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે. મહામંત્રી તરીકે વિજયસિંહ દોલતસિંહ જેઠવા, મૃગેશ જગદીશચંદ્ર દવે અને ભાવેશ વિઠ્ઠલભાઇ ઠુમ્મરની વરણી થઈ છે.
જ્યારે મંત્રી તરીકે રાજપાલભાઇ ગઢવી, નિતાબેન પરમાર, લાખાભાઈ પિંડારીયા, રાજેશભાઇ નાનાણી, વેલજીભાઈ નકુમ, માલતિબેન પારેખ, ધારાબેન જેઠવા અને પતિન પંડ્યાને જવાબદારી સોંપાઈ છે. કોષાધ્યક્ષ તરીકે ચંદ્રવદન ત્રિવેદી અને કાર્યાલય મંત્રી તરીકે દિલીપભાઈ જોઇસર સેવા આપશે. આ ઉપરાંત, આઈ.ટી. ઈન્ચાર્જ તરીકે ગુંજ કારીયા, સોશીયલ મિડીયા ઈન્ચાર્જ તરીકે ધવલ નાખવા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ભાર્ગવ ઠાકરની નિમણૂક કરવામાં આવી છે.
વિવિધ મોરચાના હોદ્દેદારોની યાદી:
યુવા મોરચો: પ્રમુખ તરીકે સહદેવ ડાભી અને મહામંત્રી તરીકે કેતનભાઈ કોટક તથા દુષ્યતભાઇ સોલંકીની વરણી કરાઈ છે.
મહિલા મોરચો: પ્રમુખ તરીકે દક્ષાબેન અગ્રાવત અને મહામંત્રી તરીકે નિકીતાબેન કુંવરીયા તથા અવનીબેન ત્રિવેદીની નિમણૂક થઈ છે.
કિસાન મોરચો: પ્રમુખ તરીકે હસમુખ પેઢડીયા અને મહામંત્રી તરીકે ચંદ્રસિંહ વાળા તથા હિતેષભાઇ કણઝરીયા સેવા આપશે.
બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ પદે વિરલભાઇ બારડ અને મહામંત્રી તરીકે મયુર સિંધવ તથા મોહન ગઢવીની વરણી કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ (SC) મોરચો: પ્રમુખ તરીકે દિપકભાઇ શ્રીમાળી અને મહામંત્રી તરીકે કિરણભાઇ ગડણ તથા ચંદ્રગુપ્ત રાઠોડની નિમણૂક થઈ છે.
લઘુમતી મોરચો: પ્રમુખ તરીકે ઉમરભાઇ બલોચ અને મહામંત્રી તરીકે હારૂનભાઇ સુલેખાન પટેલ તથા કાદર બાપું જુણેજાની નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂકની નકલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મહાનુભાવોને રવાના કરવામાં આવી છે. જામનગર ભાજપના આ નવા માળખાથી આગામી સમયમાં સંગઠનાત્મક કામગીરીમાં વેગ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
