<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જામનગરના ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

અમન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં આગ લાગી : ફર્નિચર અને કેટલોક માલ સામાન બળીને ખાખ :ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો

જામનગર : જામનગરમાં વૃદ્ધાશ્રમમાં આગ ભભૂકી ઉઠી હતી, ખીજડીયા બાયપાસ પાસે આવેલ અમન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં આગ લાગી હતી


આગ લાગતા  મેનેજિંગ ટ્રસ્ટી પારુલબેન જોબનપુત્રાએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ઘટનાની જાણ થતાફાયર બ્રિગેડના સ્ટાફે તાબડતોબ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હતી 
આગ લાગવાથી વૃદ્ધાશ્રમમાં રહેલ ફર્નિચર અને કેટલોક માલ સામાન બળીને ખાખ થયો હતો ( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર ) 

(9:09 PM IST)