તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 29th January 2026
મોરબીના નાની કેનાલ રોડ પર ગેરકાયદેસર ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતું મહાનગરપાલિકા.
અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રાખતા તિરુપતિ હાઈટ નામના ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે તવાઈ ચાલુ રાખી છે. જેમાં શહેરના નાની કેનાલ રોડ પર આવેલ તિરુપતિ હાઈટ નામના ત્રણ એપાર્ટમેન્ટને અગાઉ નોટિસ આપવા છતાં બાંધકામ બંધ ન કરતા ત્રણ એપાર્ટમેન્ટ સીલ કર્યા હતા.
મહાનગરપાલિકાના ડે. કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ તિરુપતિ હાઈટના માલિકોને અગાઉ મંજૂરી વિના બાંધકામ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં બાંધકામ ચાલુ રાખતા આજે ત્રણ એપાર્ટમેન્ટને ટીપી શાખા દ્વારા સીલ કરવામાં આવી છે. અને આગામી સમયમાં પણ શહેરમાં ચાલતા બિન અધિકૃત બાંધકામ સામે આ કાર્યવાહી ચાલુ રહેશે. વધુમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ બિન અધિકૃત બાંધકામ ન કરે અને નિયમોનું પાલન કરી મંજૂરી લીધા બાદ જ બાંધકામ ચાલુ કરે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
