<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મોરબીમાં ડીઝલ ચોરીના ગુનામાં નાસતા ફરતા સમા ગેંગના બે આરોપીને ઝડપી લીધા.

અગાઉ બે આરોપીને ઝડપી લઈને ચોરીનો માલ અને વેચાણના રૂપિયા કર્યા હતા જપ્ત.

( પ્રવણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકા વિસ્તારમાં બે સ્થળેથી ડીઝલ ચોરીને અંજામ આપનાર સમા ગેંગના બે શખ્શોને પોલીસે ગઈકાલે ઝડપી લઈને ચોરી થયેલ ડીઝલ અને ડીઝલ વેચાણના રૂપિયા સહીત ૬૩,૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો જે ગુનામાં નાસતા ફરતા વધુ બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

     મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સ્થળે ડીઝલ ચોરી મામલે ૨૬ જાન્યુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને ડીઝલ ચોરીના ગુનામાં સમા ગેંગના બે શખ્શોને ઝડપી લઈને મુદામાલ રીકવર કરવામાં આવ્યો હતો જે ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી હતી અને નાસતા ફરતા આરોપી અસ્લમ ઉર્ફે અનવર કમાલમિશ્ર સમા અને ઉસ્માન મલેક સમા (રહે બંને માધાપર જુનાવાસ તા. ભુજ કચ્છ વાળા) ને ઝડપી લીધા છે.

(12:23 AM IST)