<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

UGC નિયમો ૨૦૨૬ ને તાત્કાલિક પરત ખેંચવા મોરબી પાટીદાર સંસ્થાની માંગ.

શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  UGC (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર) નિયમો અંગે વિવાદ સર્જાયો છે અને દેશના વિવિધ સ્થળોએ વિરોધના સુર ઉઠી રહ્યા છે જેમાં શ્રી પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પાઠવી UGC નિયમો ૨૦૨૬ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.

      આવેદનમાં જણાવ્યું છે કે યુનીવર્સીટી ગ્રાન્ટ કમિશ્નર દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માં UGC નિયમો ૨૦૨૬ જે ૧૫ જાન્યુઆરીના રોજ ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા હતા જે ખુબ ગંભીર બંધારણીય અને કાનૂની પ્રશ્નો ઉભા કરે છે સુચના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતી આધારિત ભેદભાવને રોકવાના ઉદેશ્યથી રજુ કરવામાં આવી હોવાનું કહેવાય છે એ SC, ST, OBC અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ કરવા પર વિશેષ ભાર મુકે છે.
    ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૯૦ દિવસની અંદર સમાનતા સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેને ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પાટીદાર યુવા સેવા સંઘ મોરબીનો સ્પષ્ટ અને મક્કમ મત છે કે ઉપરોક્ત સુચના ભારતના બંધારણમાં ગેરેંટી આપવામાં આવેલ સમાનતા મૂળભૂત અધિકારી કલમ ૧૪,૧૫ અને ૨૧ ની ભાવના અનુસાર નથી ભારતનું બંધારણ બધા નાગરિકોને સમાનતાનો અધિકાર પ્રદાન કરે છે પરંતુ સમાનતાની સર્વાંગી ખ્યાલ સ્થાપિત કરવાને બદલે સુચના ફક્ત SC,ST અને OBC વિદ્યાર્થીઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી નિયમોને તાત્કાલિક અસરથી પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.

(12:32 AM IST)