<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ધ્રોલમાંથી પ વર્ષની બાળાનું ર શખ્‍સો દ્વારા અપહરણ

વાડી વિસ્‍તારમાં મજુરી કામ કરતા પરિવાર ઉપર આભ તૂટી પડયું: સીસીટીવી કુટેજના આધારે શોધખોળ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૯: ધ્રોલ જામનગર જિલ્લાના ધ્રોલમા અપહરણની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ધ્રોલના ગરેડીયા રોડ પર આવેલી એક વાડીમાં મજૂરી કામ કરતા પરિવારની માત્ર ૫ વર્ષની બાળકીને મોટરસાયકલ પર આવેલા બે શખ્‍સો ઉઠાવી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની વિગતો મુજબ, મૂળ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ ધ્રોલ ખાતે સંજયભાઈ જેન્‍તીભાઈ પરમારની વાડીમાં રહી ખેતમજૂરી કરતા માંગુભાઈ સુંદરિયા પચાયા આદિવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તારીખ ૨૮/૦૧/૨૦૨૬ ના રોજ બપોરે પોણા બે થી અઢી વાગ્‍યાના અરસામાં, જ્‍યારે પરિવાર વાડીએ મજૂરી કામમાં વ્‍યસ્‍ત હતો, ત્‍યારે બાઈક પર આવેલા શખ્‍સો તેમની ૫ વર્ષ અને ૨૭ દિવસની દીકરી તારીકા ઉર્ફે નાનીને વાલીપણામાંથી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયા હતા.

આ મામલે ધ્રોલ પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.વી. રાઠોડ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પુંજારા ફળીયા (એમ.પી.) ના વતની કાજુ હટુ બુદેડીયા અને એક અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ બી.એન.એસ. (ગ્‍.ફ.લ્‍.) કલમ ૧૩૭(૨) અને ૫૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ આર.એ. કુબાવત સહિતનો સ્‍ટાફ બાળકીને શોધવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સની મદદથી તપાસ ચલાવી રહ્યો છે.(૬.૬)

 

(10:48 AM IST)