<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ઠંડીનું જોર હજુ બે દિ' રહેશે?

નવું ડબલ્‍યુડી ૩૧મીએ દસ્‍તક દેશે ત્‍યારે ઠંડી ઘટી જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. ભારતીય હવામાન વિભાગ તેના દૈનિક રાષ્‍ટ્રીય પ્રસારણમાં આગાહી કરેલી તે મુજબ ર૬ જાન્‍યુઆરીએ જણાવેલ કે, ગુજરાતમાં બે દિ' તાપમાન ઉંચુ જશે અને પછી તાપમાન ઘટશે. જો કે સૌરાષ્‍ટ્રમાં તે દિવસથી અત્‍યાર સુધી તાપમાન વધવાને બદલે ક્રમશઃ ઘટાડો જ જોવા મળ્‍યો છે.

હવામાન વિભાગે આજે જાહેર કરેલ આગાહી મુજબ આગામી ત્રણ દિવસના સમયગાળામાં લઘુતમ તાપમાન ક્રમશઃ ૩ થી પ ડીગ્રી વધશે. એટલે કે ગરમી ઘટશે.

જો કે સ્‍કાયમેટના વી.પી. મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં હજુ બે દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. કારણ કે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થઇ ચુકયું છે. જેથી ઉત્તરના પવનો ગુજરાત સુધી વહી રહ્યા છે.

ત્રણ દિવસ પહેલા આઇએમડી દ્વારા જાહેર કરાયુ હતું કે નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ૩૦ મી તારીખે દેશના ઉત્તર પヘમિ વિસ્‍તારોને પ્રભાવિત કરશે. જો કે હવે આઇએમડી જણાવે છે કે ૩૧ તારીખે નવુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેશે.

આઇએમડીના મોડેલ મેપ્‍સમાં ૩૧ તારીખ થી પવનોની દિશા બદલશે તેવું દર્શાવે છે. એટલે કે ૩૦ તારીખ સુધી ઉત્તરના પવનો ગુજરાતમાં વહેશે પણ ૩૧ તારીખથી નવા ડબલ્‍યુડીના આગમનથી પવનોની દિશા બદલાઇ ને અરબ સાગરના પવનો ગુજરાત પરથી વહેશે જે ઠંડીને ઘટાડી દેશે.

(10:57 AM IST)