<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

મોડી રાત્રે લોધીકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભૂકંપ જેવી ધ્રુજારી

ખીરાસરા (રણમલજી), મોટાવડા, ધુ-દોમડા સહિતના વિસ્‍તારોમાં અનુભવ

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૯: લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં  રાત્રે. ભુકંપના આંચકા જેવી ધ્રુજારી અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે.  રાજકોટ જીલ્લાના લોધીકા ના ગ્રામ્‍ય વિસ્‍તારમા કાલે રાત્રીના ૧૦:૪૫ વાગ્‍યે ં ૧૫ મિનિટ માં ૪ વાર ધરતીકંપ ના આંચકા નો અનુભવ પ્રથમ ધ્રુજારી રાત્રે ૧૦/૪૫ કલાકે ત્‍યાર પછી ૧૨ વાગ્‍યા સુધીમાં ૫ ધ્રુજારી રૂમના બંધ બારી બારણા ધ્રુજી ઉઠ્‍યા હતા.   લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મોટાવડા ધુ દોમડા ખીરસરા રણમલજી  સહીતના ગામ લોકો એ રાત્રે ફોન થી અમારા પ્રેસ રિપોટર્ર બી એમ ગોસાઇ ને ધ્રુજારી આવ્‍યા ની જાણ કરી હતી. તેમને લોધીકા મામલતદાર સહીત મિડિયા ને વોટ્‍સએપ મેસેજ મોકલી લોકો રાત્રે ભુકંપ ના આંચકા જેવી ધ્રુજારી અનુભવી રહેલ છે. (૩.૮)

(11:09 AM IST)