<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ભુજ પાસે ટ્રેલરે એક્‍ટિવાને અડફેટે લેતાં પતિની નજર સામે જ પત્‍નીનું કચડાઈ જતા કરૂણ મોત

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૯: માર્ગ સલામતીની જાહેરાતો અને વાસ્‍તવિકતા વચ્‍ચે ભારે અંતર છે. કાયદાનો ઉલાળિયો કરતા વાહન ચાલકો ઉપર તંત્રનો અંકુશ નથી પરિણામે સરકારની સલામતીની જાહેરાતો વચ્‍ચે વાહન અકસ્‍માતો સતત ચાલુ જ છે. અંજારથી એક્‍ટિવા ઉપર ભુજ આવતા દંપતી હરદાસભાઇ ચંદાની અને જાગળતિબેન ચંદાનીને માધાપર ભુજ વચ્‍ચે ટ્રેલરે અડફેટે લીધા હતા. આ ટક્કરમાં નીચે પડી જતા જાગળતિબેન ઉપર ટ્રેલર ફરી વળતા તેમનું અરેરાટીભર્યું કરૂણ મોત નીપજ્‍યું હતું. પતિની નજર સામે જ પત્‍નીનું મોત નીપજ્‍યું હતું. પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:15 AM IST)