<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

કાલાવડ પંથકમાં વધુ એક યુવાનને હાર્ટ એટેકનો હુમલો જીવલેણ સાબિત થયો

મકરાણી સણોસરા ગામમાં રહેતા ૪૪ વર્ષીય યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્‍થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્‍યો છે. કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેન્‍તીભાઈ ચનાભાઈ રાઠોડ નામના ૪૪ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુઃખાવો ઉપડ્‍યો હતો, અને બે શુદ્ધ બન્‍યા હતા. જેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્‍પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મળત્‍યુ નીપજ્‍યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મળતકના પુત્ર સાવનભાઈ જેન્‍તીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્‍ય પોલીસે ઘટના સ્‍થળે, અને ત્‍યારબાદ કાલાવડની સરકારી હોસ્‍પિટલમાં દોડી જઈ મળતદેહનો કબજો સંભાળ્‍યો છે અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

 

(11:43 AM IST)