<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

શાપર-વેરાવળમાં જાહેરમાં જૂગાર રમતા ચાર પતાપ્રેમી પકડાયા

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ તા. ર૯ :.. શાપર-વેરાવળ પોલીસે જાહેરમાં જૂગાર રમતા ૪ શખ્‍સોને ઝડપી લીધા હતાં. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ પ્રોહી તથા જૂગાર નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પો. સ્‍ટે.ના પોલીસ ઇ. આર. બી. રાણાના રાહદારી હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન અતુલ ઓટો કારખાના પાસે આવેલ પટમાં જાહેરમાં જૂગાર રમતા (૧) મહેન્‍દ્ર બાબુરામ લોધી ધંધો મજૂરી, રહે. હાલ શાપર અમર ઓટોની ઓરડીમાં (ર) કૃષ્‍ણકુમાર દયાશંકર લોધી ધંધો મજુરી, રહે. હાલ શાપર અમર ઓટોની ઓરડીમાં (૩) સંદીપ કલુભાઇ કુસવાહા ધંધો મજૂરી, રહે. હાલ શાપર અમર ઓટોની ઓરડીમાં તથા (૪) અવધેશરામ રામઅવતાર રામ ધંધો મજૂરી રહે. હાલ ગુદાસરા લાલાભાઇની ઓરડીમાં ને રોકડા રૂપિયા ૧૦,૧પ૦, ગંજી પતાના પાના સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી શાપર-વેરાવળના પો. કો. લખધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામીસયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, રાજદીપસિંહ જાડેજા, દિવ્‍યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:43 AM IST)