હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલનાં ચકચારી મોટીબજાર બાવાબારી હત્યા કેસમાં પકડાયેલ આરોપી હુશેન શેખાને આજીવન કેદની સજા
અન્ય બે આરોપીઓને ત્રણ મહિનાની સજા અને દંડ કોર્ટે ફરમાવ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : તા.ર૯,ગોંડલ શહેર પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા ચકચારી હત્યાના ગુનામાં આજે ગોંડલની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં મુખ્ય આરોપી ને આજીવન કેદ ની સજા ફટકારાઇ છે.
સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર (PP) બીપિન ખંઢેરિયાની દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ એમ. એ. ભટ્ટીએ આ આદેશ આપ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તા.૧૬/૨/૨૦૧૯ ની રાત્રે ગોંડલ ની મોટીબજાર બાવાબારી શેરીમાં હિરેન સુરેશભાઈ છાટબારની છરીનાં ઘા ઝીંકી દઇ હત્યા કરાઇ હતી.પોલીસે બાવાબારી માં રહેતા હુશેન મકસુદભાઇ શેખા,મોઇન મકસુદભાઇ શેખા તથા ખંઢેરીયા શેરીમાં રહેતા સલીમ હુશેનભાઇ ખીરાણી ની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસ માં અગાઉ થયેલી માથાકુટ નો બદલો લેવા હત્યા કરાયાનું ખુલ્યુ હતું.
દરમ્યાન આ ચકચારી કેસ અત્રેની એડી.સેશન્સ કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપી હુસેનભાઈ મકસૂદભાઈ શેખા મેમણને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની જેલની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેસના અન્ય બે આરોપીઓ, મોઈન મકસૂદભાઈ શેખા મેમણ અને સલીમ હુસેનભાઈ ખીરાણી મતવાને IPC ની કલમ ૩૨૩ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેઓને ૩ મહિનાની સાદી કેદ અને ૧,૦૦૦ રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, આ બંને આરોપીઓ અગાઉ ટ્રાયલ દરમિયાન ૫ મહિના જેટલો સમય જેલમાં વિતાવી ચૂકયા હોવાથી, કોર્ટે તેમને હવે વધુ જેલ ભોગવવી નહીં પડે તેવો આદેશ આપી મુક્ત કર્યા છે.
માનવીય અભિગમ દાખવતા કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA), રાજકોટને ભલામણ કરી છે કે મળતકના પિતાને વળતર આપવા અંગે વિચારણા કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
