ચોટીલામાં ગુણવતાયુક્ત કપાસની આવક નહીં થવાથી ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર બંધ કરાશે!
અનેક ખેડૂતો વેચાણ કરવામાં બાકી છેઃ તઘલખી નિર્ણય અંગે ઉઠી ચણભણ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૯: ચોટીલા ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદ કરવાનું કેન્દ્ર એકાએક બંધ કરી દેવાની હિલચાલ થતા ખેડૂતોમાં રોષ સાથે કેન્દ્ર ચાલુ રાખવાની માંગ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ છે. ચોટીલા પંથકમાં કપાસ વેચાણ માટે નોંધણી કરાયેલ ખેડૂતોની યાદી પૈકી અનેક ખેડૂતો એ હજું પણ વેચાણ કરેલ નથી ત્યારે ચોટીલા જસદણ રોડ ઉપર સાવજ કોટન પ્રા. લી ખાતેનું ખરીદ કેન્દ્ર બંધ કરવાની હિલચાલ થયેલ છે. દૈનિક સરેરાશ જરુરી ગુણવતાં યુક્ત કપાસ ની આવક ખરીદ કેન્દ્ર ખાતે થતી ન હોઈ આવતી કાલે તા.૩૦/૦૧/૨૦૨૬ થી ચોટીલા તાલુકા માટે કાર્યરત આ ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવનાર છે. જેની ખેડુત મિત્રોએ નોંધ લઈ જે ખેડુતોએ રજીસ્ટ્રિેશન કરાવેલ છે અને કપાસ વેચવાનો બાકી છે તેઓએ પોતાનો કપાસ ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવા અપીલ કરવામાં આવેલ છે.અન્યથા તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ થી ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવશે.
તંત્ર દ્વારા આ જાહેરાત થતા હજું પણ નોંધણી કરાવેલ અનેક ખેડૂતો કપાસના વેચાણ ન કરાયેલ હોવાનું જાણવા મળેલ છે. બે ચાર દિવસ પહેલા જ કરાયેલ આ જાહેરાત થી તંત્ર ના તઘલખી નિર્ણય ને લઈ ને ખેડૂતોમાં ચણભણ ઉઠેલ છે. અને થોડા દિવસ સુધી ની તારીખ લંબાવી વેચાણ માટે બાકી રહેલા ખેડૂતોનો સંપર્ક કરી વેચાણ કરી જાય તે માટે પ્રયાસ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે પોતાને ખેડૂત નેતાની ઓળખ આપનારા પંથકના કહેવાતા આગેવાનોએ જાગળતિ દાખવી ખેડૂતોની માગણી અંગે સજાગ બનીને સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક નિર્ણય બદલાય અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તે દિશામાં પ્રયાસ કરવા જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
