<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

પોરબંદરને વધુ એક જોધપુર ટ્રેનની ભેટઃ૧લી ફેબ્રુઆરીથી દોડશે

ટ્રેન સુવિધા વધારવા મનસુખભાઇ માંડવીયાના પ્રયાસોને આવકારતા ડીઆરયુસીસી રાજય સભ્‍ય વિજયભાઇ થાનકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૯: કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના પ્રયાસથી પોરબંદરને વધુ એક જોધપુર નવી ટ્રેનની ભેટ મળી છે.

પોરબંદરથી જોધપુર જનારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નં. ૦૯૨૯૧ (પોરબંદર-જોધપુર સ્‍પેશિયલ) ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે.

પોરબંદરથી ઉપડીને આ ટ્રેન વાંસજાળિયા, લાલપુરજામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ, મહેસાણા, પટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ અને સમદડી થઈને જોધપુર પહોંચશે.

પોરબંદર-જોધપુર ટ્રેન પ્રસ્‍થાનઃ ૦૧ ફેબ્રુઆરી  (રવિવાર), થી રાત્રે ૧૯:૪૦ કલાકે (પોરબંદરથી) થશે અને બીજા દિવસે બપોરે ૧૩:૦૦ કલાકે (જોધપુર) પહોચશે. જોધપુર ટ્રેન  સુવિધાથી વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને મોટો ફાયદો થશે.

પોરબંદરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેવા બદલ મનસુખભાઈ વિજયભાઈ થાનકી પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ અને ડીઆરયુસીસી સભ્‍યએ આવકારીને અભિનંદન પાઠવ્‍યા છે.

 

(12:07 PM IST)