<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ - ચલાલા સંચાલિત ગાયત્રી એજ્‍યુકેશન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

 

જુનાગઢઃ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા સંચાલિત રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલ,ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્‍કળત શક્‍તિ ગુરુકુળના બાળકો દ્વારા હરિબા કેમ્‍પસ ખાતે દેશના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્‍યંત ઉત્‍સાહ, ગૌરવ અને દેશપ્રેમની ભાવનાથી કરવામાં આવી.ભારત ભૂષણ મહેશભાઈ મહેતાની દીકરી અને ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયની સૌપ્રથમ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોકટર બનીને આવેલ ઈશાબેન મહેતા ના વરદ હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકો અને કોલેજની દીકરીઓ દ્વારા રાષ્‍ટ્રગાન સાથે નારા બોલાવી ૨૬ મી જાન્‍યુઆરી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્‍થાના વડા પુ. સંતશ્રી.ડો.રતિદાદા એ દેશ પ્રત્‍યે પોતાની નિષ્ઠા તથા રાષ્‍ટ્રપ્રેમ વિષે બાળકોને ઉદબોધન આપ્‍યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે આનંદદાયક શિયાળુ રમતોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં લીંબુ-ચમચી, રસ્‍સા ખેંચ,સિક્કા શોધ, કોથળા દોડ તથા સંગીત ખુરશી જેવી રમતોમાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય, રક્ષા શક્‍તિ ગર્લ્‍સ સ્‍કુલ, સંસ્‍કળત શક્‍તિ ગુરુકુળ તથા હરિબા મહિલા કોલેજના દીકરા દીકરીઓ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ રમતોનો આનંદ માણ્‍યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનવવા ડાયરેક્‍ટર શીતલબેન મહેતા, આચાર્યશ્રીઓ તેમજ સમગ્ર સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(2:26 PM IST)