હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
ઉપલેટાના રબારીકામાં પૂરવઠાનો દરોડોઃ ૬ હજાર કીલો ઘઉં-ચોખા-ખાંડ-તેલ સીઝઃ લાયસન્સ સસ્પેન્ડ

રાજકોટ તા. ર૯: રાજકોટ જીલ્લા પૂરવઠા અધીકારીની સૂચના બાદ ઇન્સ્પેકટરોની ટીમે દરોડા પાડી રબારીકા ગામે ગેરરિતી ઝડપી લીધી હતી.
તપાસણી દરમિયાન ઘઉં, ચોખા, ખાંડ, તેલ વગેરેના કુલ જથ્થામાં અંદાજીત ૬૦૦૦ કીલો જેટલી ઘટ જણાતા તથા અન્ય અનિયમિતતા જણાતા ઉપલેટા તાલુકાના રબારીકા ગામના સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર વારસંકિયા લક્ષ્મીબેન રામજીભાઇનો જથ્થો સીઝ કરી તેમનો પરવાનો જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાખી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
