<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ધ્રોલ માંથી માસુમ બાળકીનું અપહરણ કરનાર આરોપી કાજુ બુંદેલીયાને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

પોલીસે તુરંત એક્શનમાં આવીને વિવિધ માર્ગોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. ફૂટેજમાં આરોપી એક બાઈક પર બાળકીને વચ્ચે બેસાડીને જતો નજરે પડ્યો હતો

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી માસૂમ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લેવાયો છે .ધ્રોલ  પોલીસે સતર્કતા દાખવી ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે અને બાળકીને હેમખેમ બચાવી લીધી છે 

   આ અંગેની વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ના A-પાર્ટ ગુન્હા.રજી. નં.૧૧૨૦૨૦૧૪૨૬૦૦૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૧૩૭(૨) મુજબનો બનાવ ગઇ તા.૨૮/૦૧/૨૦૨૬ ના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ જેમાં આ કામેના ફરીયાદીની દીકરી ઉંમર-૦૫ વર્ષ ૨૭ દિવસ વાળીને આ કામેનો આરોપી કાજુ હટુભાઇ બુદેડીયા( રહે.પાનગુડા ગામ, તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો)  ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી કોઇપણ કારણોસર અપહરણ કરી લઈ જતા ગુન્હો દાખેલ થયેલ હોય.સદરહું ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખી.
.પોલીસ મહાનિરીક્ષક અશોક યાદવ રાજકોટ વિભાગ નાઓના તથા જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ ઉપરોકત ગુન્હાના આરોપી તથા ફરીયાદિની દિકરીને શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ  I/C જામ.ગ્રામ્ય વિભાગ દ્વારા સુચના કરવામાં આવેલ હોય જેથી પો.ઇન્સ. વી.એમ.લગારીયા એલ.સી.બી.જામનગર, તથા પો.ઇન્સ.બી.એન.ચૌધરી એસ.ઓ.જી.જામનગર, તથા પો.ઇન્સ. એચ.વી.રાઠોડ ધ્રોલ પો.સ્ટે. તથા પો.ઇન્સ. એન.વી.આંબલીયા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન તથા પો.ઇન્સ. પી.જી.પનારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નાઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તથા જામનગર જીલ્લામાં અને અન્ય જીલ્લામાં નાકાબંધી કરી બનાવવાળી જગ્યાની આજુબાજુ વિસ્તારના સી.સી.ટી.વી. કેમરા ચેક કરવામાં આવેલ તથા અલગ અલગ સોશિયલ મીડીયાના માધ્યમો દ્રારા અપહયત બાળા તથા આરોપીને શોધી કાઢવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ લેવામાં આવેલ અને પો.સ્ટે.વિસ્તારના ગામડાઓની સીમ વિસ્તારમાં કોમ્બીંગ કરી પરપ્રાંતીય મજુરોની પુછપરછ કરી આરોપી તથા ભોગ બનનારની ભાળ મેળવવા પ્રયત્નો હાથ ધરેલ હતા દરમ્યાન  ધ્રોલ ત્રિકોણબાગ ખાતે વાહન ચેકીગની કામગીરી શરૂ હોય ત્યારે આ કામનો આરોપી તથા ભોગ બનનાર સગીર બાળા મળી આવતા ધ્રોલ પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

   આ કાર્યવાહી પો.ઇન્સ. વી એમ લગારીયા એલ.સી.બી.જામનગર તથા પો.ઇન્સ. બી.એન.ચૌઘરી એસ.ઓ.જી.જામનગર તથા પો.ઇન્સ. એચ.વી.રાઠોડ ધોલ પો.સ્ટે. તથા પો.ઇન્સ. એન.વી.આંબલીયા કાલાવડ તાઉન પોલીસ સ્ટેશન તથા પો.ઇન્સ પી.જી.પનારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા એલ.સી.બી.શાખા તથા પો.સબ.ઇન્સ એ.વી.ખેર એસ.ઓ.જી.શાખા તથા પો.સબ.ઇન્સ, એમ.એમ.કુંભારવાડીયા ધ્રોલ પોલીસ સ્ટેશન તથા જામનગર એલ.સી.બી તથા એસ.ઓ.જી તથા ધ્રોલ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલ છે.

(11:27 PM IST)