હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 29th January 2026
દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને શીશ ઝુકાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીજીની પાદુકા પૂજન કર્યું
મુખ્યમંત્રીએ શ્રીજીના સાન્નિધ્યમાં રાજ્યના નાગરીકોની સુખ, સમૃદ્ધિ અને શાંતિ હેતુ હૃદયપૂર્વક પ્રાર્થના કરી

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં પધારી રાજાધિરાજ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન અર્ચન કર્યુ હતું. વારાદાર પૂજારી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી હસ્તે ભકિતભાવ સાથે શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ શ્રીજીના સાન્નિધ્યમાં રાજ્યના નાગરીકોની સુખ, સમૃદ્ધિ અને શાંતિ હેતુ હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
